GSTV
Home » News » સાબરકાંઠા : સીઅેમ બદલાતા હોવાની ચર્ચા પર રૂપાણીઅે જવાબ અાપવાનું ટાળ્યું

સાબરકાંઠા : સીઅેમ બદલાતા હોવાની ચર્ચા પર રૂપાણીઅે જવાબ અાપવાનું ટાળ્યું

ગુજરાતમાં ફરી એક વખત મુખ્ય પ્રધાન બદાલાતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જોકે, આ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ બાબતે હું કંઈ જ જાણતો નથી. સાબરકાંઠાના લાબડિયા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મીડિયાકર્મીઓ દ્વારા ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાતા હોવાની ચર્ચા અંગે સવાલ પૂછતા તેમણે કહ્યું હતુ કે, આ બાબતે હું કાંઈ જ જાણતો નથી. થોડાક દિવસથી ગુજરાતમાં અા પ્રકારે ગપગોળા ચલાવાઈ રહ્યાં છે. થોડા દિવસો પૂર્વે જ સોશ્યલ મીડિયામાં નીતિનભાઈ પટેલના નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા બાબતે અેક ચોક્કસ જૂથ દ્વારા અફવા ફેલાવાઇ હતી. ફરી રૂપાણી અે જ જૂથ દ્વારા ભોગ બન્યા છે. ભાજપમાં હાલમાં બે જૂથવાદ વચ્ચે ભાજપના અંદરો-અંદરના વિખવાદ હવે સપાટી પર અાવી રહ્યા છે. જેમાં સોશ્યલ મીડિયાના માધ્યમનો દુરોપયોગ કરી અા બાબતે વધુ ચગાવાઈ રહી છે. ભાજપ પણ અા પ્રકારના ગપગોળાઅોને નાથવામાં ઉણી ઉતરી છે. અા દર્શાવે છે કે, ભાજપની સોશ્યલ મીડિયા મેનેજમેન્ટની કામગીરી ખાડે ગઈ છે.

  • સાબરકાંઠા ઃ સીઅેમ બદલાતા હોવાની ચર્ચા પર રૂપાણીઅે જવાબ અાપવાનું ટાળ્યું
  • સીઅેમ રૂપાણીઅે કહ્યું અા બાબતે હું કંઇ જાણતો નથી
  • સાબરકાંઠાના લાંબડિયા ખાતે શાળા પ્રવેશોત્સવમાં હાજર હતા સીઅેમ

Related posts

ગુજરાતની આ ચાર બેઠકો પર જ યોજાશે પેટા ચૂંટણી, અલ્પેશને હજુ પણ જોવી પડશે રાહ

Mayur

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!