GSTV
Home » News » વડોદરા : ફ્લેગ ગાર્ડનમાં CM રૂપાણી દ્વારા રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ

વડોદરા : ફ્લેગ ગાર્ડનમાં CM રૂપાણી દ્વારા રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ

વડોદરામાં ફ્લેગ ગાર્ડનમાં રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇને બે દિવસથી વડોદરાની મુલાકાતે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ વડોદરામાં રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇને વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં સમા તળાવ પાસે ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ફ્લેગ ગાર્ડનમાં 67 મીટર ઉંચો આ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો.

આ ધ્વજ જે પોલ પર લહેરાવવામાં આવ્યો તે 17 ટન લોખંડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લેગની ખાસીયત એ છે કે તે 24 કલાક ફરકતો રહેશે. રાત્રીના સમય માટે ખાસ લાઈટીંગ પણ ગોઠવવામાં આવી છે. આ સમગ્ર કામ એક ખાનગી ઈલેક્ટ્રિક સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

પહેલા રૂપાણીએ 3 કિલોમીટર દૂરથી રિમોટ દ્વારા ધ્વજ લહેરાવ્યો હતો. બાદમાં તેઓ સ્થળ પર આવીને તકતી ખૂલ્લી મૂકી. તેમણે કહ્યું કે આ ધ્વજ વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને તે વડોદરાની સુંદરતા અને સંસ્કૃતિમાં વધારો કરશે.

Related posts

રેલવેની કાયાપલટની વાતો વચ્ચે કર્મચારીઓ જર્જરીત આવાસોમાં રહેવા મજબૂર

Nilesh Jethva

આ અભિનેત્રી સાથે એક સમયે લગ્ન કરવા ઈચ્છતો હતો સલમાનખાન, હિરોઈનનાં પિતા પાસે પ્રસ્તાવ લઈને..

pratik shah

ઈ-કોમર્સ કંપનીઓને સરકાર આપવા જઈ રહી છે ઝટકો, નહી આપી શકે ઉત્પાદનો ઉપર છૂટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!