‘વડાપ્રધાન હજી સુતેલા છે કોંગ્રેસ તેમને જગાડશે’ રાહુલના Tweetનો સીએમ રૂપાણીએ આપ્યો આ જવાબ…

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજી પણ સુતેલા છે. કોંગ્રેસ તેમને પણ જગાડશે.

ત્યારે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે દેશભરમાં હારનારી કોંગ્રેસ લાંબા સમય બાદ ત્રણ રાજ્યોમાં જીતી છે. આ જીતનો અતિ ઉત્સાહ રાહુલ ગાંધીના ટ્વીટમાં દેખાય છે.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હંમેશા ખેડૂતો માટે સારા નિર્ણયો લીધા છે. આજ કારણે 22 વર્ષના શાસન બાદ પણ ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર ભાજપને સેવાની તક આપી છે. ગુજરાતની જનતાએ સાતમી વાર કોંગ્રેસને જાકારો આપ્યો છે.

ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ વહીવટ શિખપવો હોય તો પીએમ મોદી પાસેથી શીખે, રાજ્યમાં ખેડૂતોના દેવામાફીની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં એક પણ ખેડૂતનું દેવું માફ થઈ શકે તેમ નથી. સરકાર હાલમાં ખેડૂતોના કારણે 900 કરોડ રૂપિયાનું ભારણ ભોગવી રહી છે. રાજ્યમાં ખેડૂતો માટે અનેક લાભકારી યોજના છે. જેથી ખેડૂતોનું દેવું માફ ન કરી શકાય.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter