Last Updated on March 3, 2021 by Pritesh Mehta
આજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજુ કર્યું. નાણામંત્રીએ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો દાવો કરાયો છે. તેની સાથે સાથે અનેક કલ્યાણકારી જોગવાઈઓ પણ કરી છે. તો આજે રજુ થયેલા બજેટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2021-22ના બજેટને આવકાર્યુ છે. તેમણે બજેટના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, ઉત્તમથી સર્વોત્તમ તરફ જવા માટેનું આ બજેટ છે. બજેટમાં તમામ ક્ષેત્રને આવરી લેવાયા છે. રાજ્યમાં બે લાખ યુવાઓને સરકારી મેળશે અને 20 લાખ યુવાઓને ખાનગી સેક્ટરમાં નોકરી આપવાની કામગીરી કરવામાં આવશે. આપણું રાજ્ય પરપ્રાંતિઓને રોજીરોટી આપવામાં પણ સક્ષમ છે.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નવા કૃષિ ધિરાણ માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતોને સારા બિયારણ મળે તે માટે રકમની ફાળવણી કરાઈ છે. બજેટમાં ગરીબ, ખેડૂત અને યુવાઓના ઉત્થાન માટે જોગવાઈ કરાઈ છે. બજેટમાં ખેડૂતોની ચિંતા કરાઈ છે. બજેટમાં વીજદરમાં કોઈપણ પ્રકારનો વધારો પણ નથી કરાયો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
