GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Coronaએ સુરતની સૂરત બદલતાં પહોંચ્યા રૂપાણી, આ માટે 100 કરોડની કરી દીધી ફાળવણી

Corona

સુરતની મુલાકાતે ગયેલા સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. પરંતુ જુન માસમાં કોરોનાનું સક્રમણ રોકવામાં આપણને સફળતા મળી છે. અધિકારીઓની ટીમ ત્રણ દિવસથી સુરતમાં કોરોનાના કેસની સમીક્ષા કરી છે. આજે ધારાસભ્ય અને સાંસદ સહિત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. સુરતમાં ધનવંતરી રથ શરૂ કરવામાં આવશે.

100 કરોડના ખર્ચે કીડની અને કેન્સર હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવાશે

સુરતની કિડની અને કેન્સર હોસ્પિટલને 100 કરોડનો ખર્ચ કરીને બંને હોસ્પિટલને કોવિડ 19માં ફેરવવામાં આવશે. જો સુરતમાં કેસ વધે તો પુરતી સગવડ મળી રહે તે માટે એડવાન્સમાં તૈયારી કરશે. વિશ્વમાં મહામારીને આડો હાથ દઈ શકે નહીં. પરંતુ સરકારની જવાબદારી છે. કોરોના પેશન્ટને તુરંત સારવાર મળે. હોસ્પિટલ બેડ, વેન્ટિલેટર, દવા અને ડોક્ટરની વ્યવસ્થા બનાવવી જોઈએ. ગુજરાતમાં આજે બેડ નથી એવી કોઈ ફરિયાદ ન આવે તેની સરકાર વ્યવસ્થા ગોઠવે છે. સુરતમાં પણ આખું પ્લાનિંગ કરવામાં આવશે.

1 મહિના દિવસમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી દેવામાં આવશે

1 મહિના દિવસમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી દેશું. 6થી 7 એજન્સીઓને એક સાથે લગાવી દીધી છે. રાજ્ય સરકારની જે પોલિસી છે. ખાનગી હોસ્પિટલો પણ 50 ટકા બેડ સરકારને આપે. જેનો ખર્ચ સરકાર ભોગવે છે. સુરતમાં ખાસ કરીને ધનવંતરી રથ, 100થી વધારે અને 500થી વધુ જગ્યાઓએ 1થી 2 કલાક ઊભા રહી લોકોની સારવાર કરે છે. લગભગ 150થી વધુ ઓપીડી એટલે કે 12,000થી વધુ દર્દીઓને દવા આપી શકાય. પેશન્ટ કોરોનાથી સંક્રમિત થઈને ન આવે તે માટે ચલાવ્યા છે. 104 પર ફોન કરી ઓછામાં ઓછા 2 કલાકમાં લોકોની તબિયત તપાસશે.

મોબાઈલની દર્દીઓને છૂટ

મોબાઈલની દર્દીઓને મોબાઈલ સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે. કોરોના વોર્ડમાં કાઉન્ટર ઊભું કરી પેશન્ટના સગા સબંધીઓ સાથે વાત કરાવશે. 200 વેન્ટિલેટર આજ સાંજ અથવા તો કાલ સુધીમાં પહોંચાડી દેવામાં આવશે. વધારાના 200 વેન્ટિલેટર સુરતમાં જુદી જુદી હોસ્પિટલોમાં મુકવામાં આવશે.

ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન

સુરત શહેર અને સુરત ગ્રામ બંનેના લોકોને ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું છે. માસ્ક વગર કોઈ જાહેરમાં ફરો નહીં. ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઈલ્સમાં કેસ વધ્યા છે. જેના લીધે આજે નિર્ણય કરવો પડશે કે તેને કેવી રીતે ચલાવવો. નિયમોનું પાલન ખાસ રાખવાનું રહેશે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો કોઈપણ બજાર કે કારખાનું બંધ કરી દેવાશે. સુરતમાં સંક્રમણ ના વધે તે આપણા બધાની જવાબદારી છે. કાલે આ બાબતનો નિર્ણય લેવાશે. ડાયમંડ અને ટેક્સટાઈલ્સમાં સંક્રમણ ઘટાડવા કેવી રીતે ચલાવવું તેનો નિર્ણય લેવાશે.

104 પર ફોન કરવાથી 2 કલાકમાં આવશે એમ્બ્યુલન્સ

રાજ્ય સરકારે સુરતમાં 500થી વધુ જગ્યાએ 100થી વધુ ધનવંતરી રથની વ્યવસ્થા કરી છે. કોઇપણ વ્યક્તિ 104 નંબર પર ફોન કરે તો 2 કલાકની અંદર ડોક્ટર સાથે એમ્બ્યુલન્સ પહોંચી જશે. કોરોના દર્દીઓ માટે 200 વેન્ટિલેટરની સુવિધા કરવામાં આવી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોનાની લડાઇ લાંબી છે તેથી માસ્ક ન પહેરનારને 200 રૂપિયા દંડ થશે. અમે પણ સઘન તપાસ કરીશું. ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલમાં વધતાં કેસના પગલે નિર્ણય લેવામાં આવશે કે આ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ચલાવવી જેથી સંક્રમણ ન વધે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો તે એકમ બંધ કરી દેવામાં આવશે.

સુરતમા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં કેસ વધી રહ્યા છે

સીએમ રૂપાણીએ જણાવ્યું કે સુરતમા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં કેસ વધી રહ્યા છે. અમારા કિશોરભાઈ અને સી.આર. પાટીલ આજે તમામ આગેવાનો સાથે મીટિંગ કરશે. જ્યાં હીરા અને ટેકસટાઇમાં સંક્રમણ વધ્યુ છે. એનાથી સંક્રમણ ન વધે તે અંગે શું કરવું તે સાથે બેસી નક્કી કરાશે. સંક્રમણ વધતું હશે તો આપણે એને કાબૂમાં કરવું જ પડશે જે નિયમ તોડશે તે બજાર કે કારખાનાને ગમે ત્યારે બંધ કરાવી દેવાશે. હવે સંપૂર્ણ લૉકડાઉન ક્યારેય લાગુ નહીં થાય જ્યાં કેસ વધશે ત્યાં માઇક્રો કન્ટનમેન્ટ કરી અને બંધ કરવામાં આવશે. સુરતીઓ 104 પર ફોન કરી અને કોરોના માટે મદદ મેળવી શકશે.

Read Also

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

ગૌરવ : ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ, અમદાવાદથી સીધુ ટ્રેનમાં બાંગ્લાદેશ પહોંચશે ગુજરાતનું કાપડ અને કેમિકલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!