GSTV
Home » News » સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

સાતમ-આઠમના તહેવાર શરૂ થતાંની સાથે જ મેળાની મૌસમ ખીલે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગામે ગામ મેળા જોવા મળે છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણીએ મલ્હાર મેળાનું ઉદ્ઘાટન કર્યું. 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં લગભગ 15 લાખ લોકો મુલાકાત કરશે. મેળામાં એન્ટર થવા માટે 4 આકર્ષક ગેટ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 3 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે, તેમજ મેળા પર નજર રાખવા ખાસ સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. મેળામાં ખાસ રાઈડ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત ખાણીપીણી અને રમકડાંના સ્ટોલ પર પણ લોકોનો ધસારો જોવા મળશે.

READ ALSO

Related posts

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે પાર્ટી પ્લોટમાં નહીં યોજાઈ ગરબી…

Mayur

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!