GSTV
Home » News » જાણો કોઈ પણ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેની સાચી પદ્ધતિ એક જ ક્લિક પર

જાણો કોઈ પણ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેની સાચી પદ્ધતિ એક જ ક્લિક પર

ખેડૂતોનું કહેવું છે કે, 125 મિલિમિટર જેવા જળ આંકડાઓને વળગીને જાહેરાત કરવાને બદલે વરસાદનું વિસ્તરણ ધ્યાનમાં લેવું જોઈએ. છેલ્લા 20થી 25 વર્ષમાં પડેલા વરસાદને ધ્યાનમાં લેવો જોઇએ. પરંતુ આવી કોઇ ગણતરી કર્યા વિના જ અસરગ્રસ્ત વિસ્તારોની જાહેરાત કરતાં ખેડૂતોને પડતાં પર પાટું જેવો ઘાટ થયો છે.

વરસાદના કોઈ એક ચોક્કસ આંકડાના આધારે અછતગ્રસ્તની જાહેરાત યોગ્ય નથી અછતગ્રસ્ત જાહેરાત કરતાં પહેલાં વરસાદના વિસ્તરણને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડે છે અને જેના આધારે વર્ષ કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવતો હોય છે. કોઈ એક તાલુકામાં એક જ અઠવાડિયામાં 400 કે 500 મિલિમિટર વરસાદ પડે અને પછી આખા ચોમાસામાં 5 કે 7 મિલિમિટર જ વરસાદ પડે છે. તેની સામે બીજા કોઈ તાલુકામાં ચારેય માસમાં 25  –  25 મિલિમિટર સરેરાશ વરસાદ પડે છે તો 125 મિલિમિટર જેટલો સામાન્ય વરસાદ પડવા છતાં ત્યાં પાકની સંભાવના રહે છે.

પશુધન માટે થોડો ઘણો ચારો થવાની શક્યતાઓ રહે છે. જ્યારે એક સાથે પડેલા 400 – 500 મિલિમિટર વરસાદ પાડવા છતાં ત્યાં ખેડૂતોને અતિવૃષ્ટિનો એક માર, વાવણી પછી વરસાદ જ ન થવાથી બિયારણ ખાતર બગડે એ બીજો એમ ડબલ માર પડે છે. સરકાર ઉપરથી એને અછતગ્રસ્ત પણ જાહેર નથી કરતી એટલે ત્રીજો માર પડે છે. આમ, 400 – 500 મિલિમિટર જેટલો વરસાદ પાડવા છતાં આ વિસ્તારના ખેડૂતોને ચારેબાજુથી પીસવાનું રહે છે એટલે વરસાદના વિસ્તરણ ને ધ્યાને લીધા વગર એક જળ આંકડાને પકડીને અછતગ્રસ્ત ની જાહેરાત કરવી એ ભૂલ ભરેલી વાત હોય એવું લાગે છે.

આ વખતે છેલ્લા 25 – 30 વરસના સરેરાશ વરસાદને ધ્યાને લીધા વગર અછતની જાહેરાત થઇ છે. અછતગ્રસ્ત વિસ્તારોની જાહેરાત માત્ર 125 મિલિમિટર કરતા ઓછો પડેલા વરસાદના આંકડા ને પકડીને કરવી એ ભૂલ ભરેલી બાબત છે કેમ કે દરેક વિસ્તારનો સરેરાશ વરસાદ ઓછો વધતો રહેવાનો. ગુજરાતમાં જ જોઈએ તો કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષનો સરેરાશ વરસાદ 417 મિલિમિટર છે જ્યારે ડાંગ જિલ્લાનો છેલ્લા ત્રીસ વર્ષનો સરેરાશ વરસાદ 2369 મિલિમિટર છે.

કચ્છમાં પડતા સીઝનના કુલ વરસાદ જેટલો પણ વરસાદ ડાંગ જિલ્લામાં પડે તો પણ ડાંગ જિલ્લામાં અછતગ્રસ્ત જેવી પરિસ્થિતિ ઉભી થાય. એટલે જે તે વિસ્તારોમાં છેલ્લા 25 -30 વરસમાં પડેલા વરસાદની સરખામણીએ વર્તમાન વર્ષમાં કેટલો વરસાદ પડ્યો એની ગણતરી કરવી ખૂબ જ જરૂરી થઈ જાય છે જ્યારે વર્તમાનમાં જાહેર કરેલા 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં સરકારે આ સરેરાશ વરસાદના આંકડાઓને ધ્યાને લીધા વગર જ જાહેરાત કરી છે જેના કારણે કેટલાયે વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવા જેવી સ્થિતિમાં હોવા છતાં એને અછતગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યા. જો આ સરેરાશ વરસાદને ધ્યાને લઇ સરકારે 16 તાલુકાઓ જાહેર કર્યા હોય તો તે નિયમ મુજબ સરકારે અન્ય 74 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા પડે તેમ છે.

 

Related posts

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva

દેવગઢબારીયામાં મહિલા પર વીજળી પડતા મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!