GSTV
Gujarat Government Advertisement

સીએમ વિજય રૂપાણી રાજકોટ જવા રવાના, કોરોનાને આપી મ્હાત

Last Updated on February 21, 2021 by Pritesh Mehta

કોરોનાને મ્હાત આપ્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીને યુ.એન. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મુખ્યપ્રધાન રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાજકોટ મતદાન માટે રવાના થયા છે. મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટમાં જ્ઞાનમંદિર સ્કૂલના રૂમ નંબર-7માં મતદાન કરશે.

કોરોના સામે વિજય

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના મુક્ત થયા છે. તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. સીએમ વિજય રૂપાણીનું સવારે સાડા 6 વાગ્યાની આસપાસ સેમ્પલ લેવામાં આવ્યુ. જે બાદ સવારે 7:20 વાગ્યે આરટીપીસીઆર રિપોર્ટ માટે તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને 10:25 કલાકે તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

વિજય

રાજકોટમાં કરશે મતદાન

સીએમ રૂપાણી આજે રાજકોટ પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાંજે પાંચ વાગ્યે તેઓ પીપીઈ કીટ પહેરીને વોર્ડ નંબર-10માં અનિલ જ્ઞાન મંદિર શાળામાં મતદાન કેન્દ્રમાં જશે.

યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે હવે તેમની તબીયતમાં ઘણો સુધારો છે. ચાર વાગ્યાની આસપાસ યુ.એન.મહેતા હોસ્પિટલથી તેમને એમ્બ્યુલન્સ મારફતે એરપોર્ટ લઈ જવાશે. જ્યાંથી તેઓ રાજકોટ જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!