GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

કોરોનામાં અસફળ ગુજરાત સરકાર સામે માનવ અધિકાર ભંગ બદલ ચાલશે ખટલો, આ નેતાએ રાજ્યપાલે લખ્યો હતો પત્ર

ગુજરાત

ગુજરાતમાં કોરોના રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર ભલે રિકવરી રેટ ભારતમાં સૌથી વધારે અમદાવાદનો હોવાના ગુણગાન ગાતી પણ મોતનો આંક પણ સૌથી ઊંચો છે. કોરોના પોઝિટીવના કેસોમાં ગુજરાત એ બીજા નંબરનું રાજ્ય છે. વિધાનસભાના ઉપનેતા શૈલષ પરમાર દ્રારા મા. રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો.

સવા છ કરોડ ગુજરાતવાસીઓને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી. જે અંતર્ગત રાજ્યપાલે સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. હવે રૂપાણી સરકાર સામે મુશ્કેલી વધી શકે છે.

માનવ અધિકાર આયોગને તપાસ સોપવાના આદેશ

શૈલષ પરમારના આ પત્રને આધારે રાજ્યપાલ દ્રારા તપાસ માનવ અધિકાર ભંગના સચિવને મોકલી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે સરકાર સામે માનવ અધિકાર પંચમાં ખટલો ચાલશે. રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે મે લખેલા પત્રના અનુસંધાનમાં માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને તપાસ સોપવાના આદેશ કર્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે શૈલેષ પરમાર દ્વારા વિગતવાર સ્ફોટક રજૂઆતો કરાઈ હતી.

કોરોના

સતત વધતાં કેસથી સરકારની ચિંતા વધી

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખ 25 હજારને પાર થઈ ગઈ છે. તો કોરોનાના કારણે 3,700થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં શુક્રવારે ૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધારે કેસ 44 હજાર 582 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તો 1 હજાર 517 લોકોના મોત થયાં. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 14 હજાર 753 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં 13 હજાર 273 કેસ, દિલ્હીમાં 12 હજાર 319 કેસ, રાજસ્થાનમાં 6 હદાર 494 કેસ મધ્ય પ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં સતત વધી રહેલા કેસના કારણે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. દેશમાં લોકડાઉન લાગુ હોવા છતા સતત કેસ વધી રહ્યા છે.

શૈલષ પરમારના પત્ર અંગે રાજ્યપાલ ઓફીસ તરફથી કરવામાં આવી આ સ્પષ્ટતા

જો કે આ સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ રાજ્યપાલના અગ્ર સચિવે સ્પષ્ટતા કરી છે કે, આવો કોઈ આદેશ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલ નથી. તેમણે વધુમાં કહ્યું કે, ઓફિસના રૂટિન કામકાજ મુજબ આ પત્ર સીધેસીધો સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે. આ પત્રના આધારે કોઈ પણ તપાસ રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ નથી તેમજ કોઈ અહેવાલ માંગવામાં આવેલ નથી. નોંધનિય છે કે કોંગ્રેસના નેતા શૈલષ પરમાર દ્રારા મા. રાજ્યપાલને, આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!