પોરબંદરના સુપ્રસિદ્ધ માધવપુરના મેળાનું કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે આયોજન કર્યું છે. ત્યારે આ વખતે મેળા દરમિયાન અરુણાચલ પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સાથે જ કેન્દ્રના પ્રધાનો પણ હાજરી આપવાના છે. જે અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણી આજે બપોરે 3-30 વાગ્યે સૌપ્રથમ પોરબંદરમાં કિર્તી મંદિરની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ માધવપુરમાં દર્શન અને વિશેષ પૂજન-અર્ચન કરશે. આ ઉપરાંત તેઓ માળવા-તાંજાવુરના કૃષ્ણ-રૂક્ષ્મણીના ચિત્રોના પ્રદર્શન તેમજ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે. અત્યાર સુધી સરકારને એકપણ વખત મેળો યાદ આવ્યો નહોતો. ભાજપના કાર્યકાળ દરમિયાન 22 વર્ષમાં સરકારને હવે મેળો યાદ આવ્યો અને બંને રાજ્યોની સંસ્કૃતિ જળવાઈ તેવા હેતુથી સરકારે રસ દાખવ્યો છે. આ મેળામાં રૂપિયા અઢીથી 3 કરોડ જેવો ખર્ચ થશે અને તે રાજ્ય અને કેન્દ્ર સરકાર સરખા ભાગે ભોગવશે.