GSTV
Home » News » સીએમ રૂપાણી સામે ઋત્વિજ જોશીએ કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, કારણ એમ હતું કે…

સીએમ રૂપાણી સામે ઋત્વિજ જોશીએ કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, કારણ એમ હતું કે…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. સરકારી તંત્રનો ઉપયોગ કરવાનો આક્ષેપ કરી આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. ઋત્વિજ જોશીએ કહ્યું કે આચારસંહિતા લાગેલી હોવા છતા ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટનું ઉમેદવારી પત્ર ભરવા માટે વડોદરા આવ્યા હતા.

વી.આઇ.પી. પ્રોટોકોલ વિના આવવાનું હોવા છતા રૂપાણીએ વીઆઇપી સેવાનો ઉપયોગ કર્યો. જાહેરનામા વિના મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય છે. આચારસંહિતા ભંગ હોવાના આક્ષેપ સાથે ઋત્વિજ જોશીએ રૂપાણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે મુખ્યમંત્રી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સામે તપાસ કરીને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Read Also

Related posts

‘મારો એક હિસ્સો શૉ છોડવા માગે છે’ Bigg Boss 13 પર સલમાન ખાને આખરે તોડ્યુ મૌન

Bansari

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટરે ભારતીય બોલરોની પ્રશંસાના બાંધ્યા પુલ કહ્યું, ‘મને વિશ્વાસ જ નથી આવતો’

Mayur

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!