GSTV

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટતા વિવિધ નિયંત્રણો હવે હળવા કરી દેવાયા છે. પરંતુ ફરી એક વખત લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. તો સાથે જ કોરોનાકાળમાં વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પણ પડતી મુશ્કેલી પર સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા સરકાર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હોવાનું કહ્યું હતું. વધુમાં કોરોના ગાઇડલાઇનને લઇને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘જો રાજ્યમાં ફરી કેસ વધશે તો હળવા કરાયેલા નિયમો કડક કરી દેવાશે.’

LOCKDOWN

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૧૭ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે સળંગ ૧૬માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું છે. ૬ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૮૪ દિવસમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક ૨૦થી નીચે નોંધાયો છે.

રાજ્યના ૨૪ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૫, સુરત-વડોદરામાંથી ૩, આણંદ-જામનગર-જુનાગઢ-મહેસાણા-નવસારી-પાટણમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના ૨૪ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૪૨ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૬૩૭ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યાં છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે.

કોરોના

રાજ્યમાં હાલ ૨૨૬ એક્ટિવ કેસ છે જ્યારે ૫ દર્દી વેન્ટિલેટર પર છે. ૯ એપ્રિલ ૨૦૨૦ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૫૦થી નીચે નોંધાયો છે. રાજ્યમાંં હાલ અરવલ્લી, છોટા ઉદેપુર, ખેડા, પોરબંદર, તાપી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નહીં. વધુ ૬૧૭૧૭ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૬ કરોડ છે. હાલમાં ૪૧૦૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!