GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સીએમ રૂપાણી અને નીતિન પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે, કેસ ઘટાડવા અંગે અધિકારીઓ કરશે ચર્ચા

કેસ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાત કરશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સુરતના અધિકારીઓ સાથે બેઠક કરશે.સુરતમાં વધતા જતા કોરોના કેસને લઈ સુરતની મુલાકાત કરશે.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બીજી વખત સુરત જશે.અમદાવાદ પેટર્નની જેમ સુરતમાં કેસ ઘટે તે દિશામાં ચર્ચા કરવામાં આવશે.મહત્વનું છે કે સુરતમાં અનલોકના 61 દિવસમાં કોરોનાના 11 હજાર 938 કેસ નોંધાઈ ચૂક્યા છે.સુરર શહેર સહિત જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 525 થઈ ગયો છે.તો બીજી તરફ શહેર જિલ્લામાં 8 હજાર 214  કોરોના દર્દી રિકવર થયા છે.

સુરતમાં કોરોના કેસોનો ખડકલો યથાવતઃ નવા 284 કેસ, 11 મોત

સુરત શહેરમાં કોરોનાના કેસોનો રાફડો અટકી રહ્યો નથી. આજે પણ સિટીમાં એક સાથે 219 અને ગ્રામ્યમાં 65 મળી કુલ 284 દર્દીઓ સંક્રમિત થતા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વધુ 11 દર્દીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જેમાં સિટીના 7 અને ગ્રામ્યના 4 દર્દીનો સમાવેશ થાય છે. સુરતમાં મૃત્યુઆંક 597 થયો છે જ્યારે કુલ કેસનો આંકડો 13,379 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9365 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછા એ ઝોનમાં બે દર્દી,વેડ રોડના એક,ગોડાદરાના એક,ભાગળના એક,અડાજણના એક,ઉધના દર્ર્ર્દી વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં કામરેજના બે, મહુવાના એક, માંગરોળના એક દર્દીના મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં આજે 219 દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 45, વરાછા-એના 37, સેન્ટ્રલના 31, કતારગામ 27 સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સુરત સિટીમાં કુલ 10,976 કેસ અને 489 મૃત્યુઆંક થયો છે. ગ્રામ્યમાં 2687 કેસ અને 108 મૃત્યુઆંક છે. સિટી ગ્રામ્યના કુલ કેસનો આંક 13,663 અને મૃત્યુઆક 597 થયો છે. સિટીમાંથી આજે 169 અને ગ્રામ્યમાંથી 60 દર્દીને રજા અપાઇ છે. બંને વિસ્તારમાંથી અનુક્રમે 7556 અને 1809 દર્દી મળીને કુલ 9365 દર્દીઓને રજા અપાઇ ચુકી છે.

નવી સિવિલ-સ્મીમેરમાં ૩૫ દર્દી વેન્ટિલેટર, ૪૧૯ દર્દીઓ ઓક્સિજન ઉપર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૪૮૨વ્યક્તિઓના મોત નિપજ્યા છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૪૪૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૩૬૮દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૬- વેન્ટિલેટર, ૩૮- બાઈપેપ અને ૩૧૪ દર્દીઓ ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૧૮૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૧૫૦- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૯ વેન્ટિલેટર, ૨૬- બાઈપેપ અને ૧૦૫ દર્દીઓ ઓક્સિજન પર છે.

સુરતમાં કોરોનામાં મૃત્યુ

ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ તા.

૧ ગોડાદરા ૬૮ સ્ત્રી ૨૨

૨ વેડ રોડ ૫૨ પુરૃષ ૨૬

૩ ફુલપાડા ૭૨ પુરૃષ ૨૨

૪ ભાગળ ૬૯ પુરૃષ ૧૮

૫ અડાજણ ૮૦ પુરૃષ ૨૦

૬ ઉધના ૪૯ પુરૃષ ૨૦

૭ વરાછા ૬૫ સ્ત્રી ૨૦

૮ કામરેજ ૫૦ પુરૃષ –

૯ મહુવા ૩૭ પુરૃષ –

૧૦.કામરેજ ૬૫ પુરૃષ –

૧૧.માંગરોળ ૪૭ પુરૃષ

Read Also

Related posts

સુશાંત સિંહ મોત મામલો: EDની પૂરપરછમાં રિયાએ કર્યો ખુલાસો, અંકિતા માટે ખરીદ્યો હતો આલિશાન બંગલો

Pravin Makwana

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં શું છે ફરક, જાણો તેની સાથે જોડાયેલી રોચક માહિતી

Mansi Patel

કેટલા બાળકો Corona સંક્રમિત છે સરકાર પાસે જ આંકડો નથી, સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલુ થવી મુશ્કેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!