GSTV

જ્ઞાન શક્તિ દિવસ / અમે વિકાસની વાતો કરીએ છીએ અને તેઓ વિનાશની, CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત આજે ગાંધીનગરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી થઈ. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘પાંચ વર્ષની સરકાર માત્ર સત્તા ચલાવવા નહીં પરંતુ રાજ્ય ચલાવવા, સેવા કરવા અને વિકાસ કરવા સરકાર ચાલી રહી છે.’ તેઓએ શિક્ષણના મુદ્દે વિપક્ષને પણ આડેહાથ લીધી હતી અને કહ્યું કે, ‘વિરોધીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. પરંતુ તેઓ વિરોધ શેનો કરી રહ્યાં છે.’

તેઓએ વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અમે જ્ઞાનની વાત કરીએ છીએ. કોંગ્રેસ અજ્ઞાનની વાત કરે છે. અમે વિકાસની વાત કરીએ છીએ તે વિનાશની વાત કરે છે. વિરોધ પક્ષ વિરોધ કરવાને પણ લાયક નથી. શિક્ષણ અમારી પ્રાથમિકતા છે. સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનેક કામો થયાં છે. શિક્ષણની ગુણવત્તા અને મૂલ્યાંકન પર ભાર આપવામાં આવ્યો છે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘કોઈ પણ રાજ્યમાં વિકાસની પ્રથમ શરત છે. સરકાર સ્થિર હોવી જોઈએ. ગુજરાત નસીબદાર રાજ્ય છે કે જેને 13 વર્ષ સુધી નરેન્દ્ર મોદી જેવાં મુખ્યમંત્રી મળ્યાં. ગુજરાતનો વિકાસ આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે દેશમાં નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ છે. ભાજપની સરકાર કહે છે એ કરે છે. આપેલા વચનો પૂર્ણ કરવામાં સફળ થયા છીએ. 5 વર્ષ પ્રમાણિકતાથી કામ કર્યું છે. 5 વર્ષની સરકાર માત્ર સત્તા ચલાવવા જ નહીં પરંતુ વિકાસ કરવા સરકાર ચાલી રહી છે.’

આ સાથે તેમણે જણાવ્યું કે, ‘લોકોની સંવેદનાને અમે સમજીએ છીએ. આવનાર 7 ઓગસ્ટે સરકારના 5 વર્ષ પૂર્ણ થશે. 9 ઓગસ્ટ સુધી જે યોજાશે તે કાર્યક્રમ નહીં પરંતુ તે સેવા યજ્ઞ છે. શિક્ષણજગત, ખેડૂતો, મહિલા વિકાસ સહિત ગુજરાતના સર્વાંગી વિકાસની અમે ચિંતા કરી છે. અમારી સરકારે 15 હજાર કરોડના કામો અમે કોરોનાકાળમાં કર્યાં છે. અમારી પ્રાથમિકતા શિક્ષણ છે. સૌથી વધારે બજેટ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે અનેક કામો થયાં છે. શિક્ષણની ગુણવત્તા અને મૂલ્યાંકન પર પણ અમે ભાર આપ્યો છે. અમે જાહેરાતો નહીં પરંતુ નક્કર કામો કરીએ છીએ. કોંગ્રેસએ આટલાં વર્ષોમાં શિક્ષણ માટે કોઈ જ કામ નથી કર્યું. કોંગ્રેસની સરકારમાં 11 યુનિવર્સિટી હતી જેની સામે આજે અમારી સરકારે યુનિવર્સિટીમાં વધારો કર્યો છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!