GSTV
Home » News » CM રૂપાણીએ મોડી રાત્રે અધિકારીઆ સાથે કરી સમીક્ષા બેઠક, વાવાઝોડા મામલે તંત્ર સજ્જ હોવાનો દાવો

CM રૂપાણીએ મોડી રાત્રે અધિકારીઆ સાથે કરી સમીક્ષા બેઠક, વાવાઝોડા મામલે તંત્ર સજ્જ હોવાનો દાવો

વાયુ ચક્રવાતની અસર અને પરિસ્થિતીને જાણવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોડી રાત્રે ફરી એક વખત સમીક્ષા બેઠક યોજી હતી. સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમમાં પહોંચી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક યોજી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાવાઝોડાના કારણે ઓછામાં ઓછી તારાજી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

પત્રકારો સાથે વાત કરતાં સીએમ વિજય રૂપાણીએ જણાંવ્યું કે સવારે 8 વાગ્યાથી વાવાઝોડાની અસર શરૂ થઇ જશે. જે બપોરે 2-3 વાગ્યા આસપાસ પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ત્રાટકશે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને લઇને એનડીઆરએફની તમામ ટીમો સજ્જ છે. પોલીસ દ્વારા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ કરવામાં આવશે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

રાત્રે 11 વાગ્યે સીએમ રૂપાણી ગાંધીનગર સ્થિત કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમ રૂપાણીએ ચર્ચા કરી હતી. તો સાથો સાથ આખાયે રાજ્યમાં શું પરિસ્થિતી છે તેનો ચિતાર મેળવવા માટે સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવી હતી. જેમાં વાયુ ચક્રવાતની સ્થિતી તેની અસર, ઉપરાંત ક્યાં સ્થળે કેટલા લોકોનું સ્થળાંતર સહિતની તમામ પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.

READ ALSO

Related posts

અંગ્રેજીમાં કરી ભાષણની શરૂઆત: PM મોદી બોલ્યા- આજે બે મહાન લોકશાહીની દોસ્તીનો દિવસ છે

Riyaz Parmar

હ્યુસ્ટનમાં હાઉડી મોદીનાં મંચ પર ગૂંજ્યું કભી મે ખાઉં સમોસા… કભી ખાઉં બર્ગર…

pratik shah

હ્યૂસ્ટનમાં પીએમ મોદીનો રણટંકાર: ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!