GSTV

અનામત અને બિન અનામત વર્ગના પરિપત્ર મુદ્દે, તારીખે પે તારીખ…

અનલોક-1

એલઆરડીની ભરતીમાં અનામત અને બિન અનામત વર્ગના પરિપત્રના વિવાદને લઇને ગુરૂવારે ગાંધીનગરમાં ગરમાવો રહ્યો. લાંબી બેઠકોનો દૌર ચાલ્યો. જો કે બેઠકને અંતે ખાલી એટલું બહાર આવ્યુ કે ચર્ચા થઇ અને હવે સીએમને રજૂઆત કરીને સમગ્ર મામલે રજૂઆત કરાશે. ત્યારે એલઆરડીના મુદ્દે વધુ એક મુદ્ત પડી છે.

  • એલઆરડી પરિપત્રને લઇને મેરથોન બેઠક
  • ડે.સીએમની અધ્યક્ષતામાં અગ્રણીઓએ કરી રજૂઆત
  • સીએમને વિકલ્પો સાથે રજૂઆત કરવાનું ડે.સીએમનું નિવેદન

એલઆરડીની ભરતીમાં પરિપત્રને લઇને અનામત વર્ગ અને બિન અનામત વર્ગની માંગણીને લઇને મુંજવણભરી સ્થિતીમાં મૂકાયેલી સરકારે ગુરૂવારે બેઠક યોજવાનું નક્કી કર્યુ. નિયત કરાયેલા સમય કરતા બેઠકમાં વિલંબ થતા બિન અનામત વર્ગના પ્રતિનિધીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે 4 વાગ્યે મિટિંગ શરૂ થાય તે પહેલા વરૂણ પટેલે હકારાત્મક નિર્ણય લેવાશે તેવી વાત કરી હતી.

જે બાદ ચાર વાગ્યા આસપાસ બેઠક શરૂ થઇ. જેમાં બિન અનામત વર્ગના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ. ડે.સીએમ નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં યોજાયેલી 3 કલાકની મેરેથોન બેઠકમાં અગ્રણીઓએ પોતાની રજૂઆત કરી.
આ રજૂઆતને સાંભળીને તેમાં શક્ય બને તેટલું બંન્ને વર્ગને સંતૃષ્ટ કરી શકાય તેવા પ્રયાસ હાથ ધરાશે તેવી વાત ડે.સીએમે કરી હતી. આ સમગ્ર મામલે સીએમને રજૂઆત કરીને તેઓ આ નિર્ણય લેશે તેમ કહીને હાથ સેરવી પણ લીધો હતો.
જો કે અઢી કલાકની બેઠકમાં માત્ર ચર્ચા થઇ અને કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવતા દિનેશ બાંભણિયા સહિતના અન્ય અગ્રણીઓએ પોતાનું આંદોલન યથાવત રાખવાની વાત કરી હતી.

આમ ગુરૂવારના ગરમાવાયુક્ત વાતાવરણની વચ્ચે અગ્રણીઓની મળેલી બેઠકમાં ચર્ચા બાદ હવે શુક્રવારે સીએમને રજૂઆત કરાશે. જેમાં સીએમને જરૂરી વિકલ્પો આપવામા આવશે. આમ આ વિકલ્પો પર પણ વિચાર કરવા માટે વધુ એક મુદ્દત પડે તેવી પૂરી શકયતા છે જેથી શુક્રવારે પણ પરિપત્રને લઇને થયેલી આ પારાયણ પૂર્ણ થાય તેવી શકયતા નહિંવત છે.

READ ALSO

Related posts

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

pratik shah

ફેસ્ટીવ સીઝનમાં યુઝર્સને મળશે દમદાર ફાયદો, BSNL એ આ પ્લાન્સ પર આપી નવી ઓફર્સ

Ankita Trada

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!