GSTV

વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ લગાવશે જોર, સીએમ રૂપાણી આઠેય બેઠક પર કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. નોંધનીય છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક આવતીકાલથી પ્રચારના શ્રીગણેશ કરશે. જ્યારે બીજી તરફ સીએમ રૂપાણી આઠેય બેઠક પર પ્રચાર કરશે. સીએમ રૂપાણી 28 અને 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરશે. તેમની સાથે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.

સીએમ રૂપાણી 28 અને 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરશે

ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે

ત્યારે બીજી તરફ સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ 29 અને 30મી ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે   23મી ઓક્ટોબરે ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં ચૂંટણી પ્રચાર કરશે. નોંધુપાત્ર છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 24-25 ઓક્ટોબર અને 30-31 ઓક્ટોબરે સભાઓ કરશે.. તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તમામ દિવસ પ્રચારમાં જોડાશે.

  • વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ લગાવશે જોર
  • આવતીકાલથી ભાજપના સ્ટાર પ્રચારકો કરશે ચૂંટણી પ્રચાર
  • સીએમ રૂપાણી આઠેય બેઠક પર કરશે પ્રચાર
  • ૨૮ અને ૨૯મી ઓGટોબરે સીએમ સૌરાષ્ટ્રમાં સભા સંબોધશે
  • કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા કરશે પ્રચાર

READ ALSO

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!