GSTV

ક્લાયમેટ ચેન્જ : રૂપાણી સરકાર આજે કરશે 10 MOU, આ છે કારણો

રૂપાણી

૧૭મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ૧૨મો સ્થાપના દિવસ છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧૭મી સપ્ટેમ્બરે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા ૧૦ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરશે. આ ઉપરાંત આ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક ‘બિલ્ડિંગ અ ક્લાઈમેટ રેસીલીયન્સ ગુજરાત થ અ ડીકેડ ઓફ ક્લાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફ્યુચર’ નું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

૧૦ સંસ્થાઓ સાથે વધુ પ્રોજેક્ટ પર કામ હાથ ધરવા કરાશે MOU

રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ વિભાગ હાલ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી રહ્યું છે. આ પૈકીની ૧૦ સંસ્થાઓ સાથે વધુ પ્રોજેક્ટ પર કામ હાથ ધરવા ૧૭મી સપ્ટેમ્બરે મુખ્યપ્રઝાન વિજય રૂપાણી એમ.ઓ.યુ. કરશે. આ સંસ્થાઓમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ – ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેસ ટેકનોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે ક્લાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન ક્લાઈમેટ ફાયનાન્સ અને ક્લાઈમેટ પોલિસીની બાબતો અંગે એમ.ઓ.યુ. કરવામાં આવશે. આ કાર્યક્રમની લિંક ક્લાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.

Read Also

Related posts

ભરૂચમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

Pravin Makwana

સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો કારોબાર, ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

pratik shah

વડોદરા/ મોડી રાત્રે પોલીસ પર હુમલાની ઘટના બની, ટોળાએ પોલીસના બાઈકને ચાંપી આગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!