GSTV

ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાર્યવાહી કરવા મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

સુરતની ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવતા વિવાદ થયો છે. ત્યારે વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગજેરા સ્કૂલની મનમાની મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, ‘સરકારના નોટિફિકેશનનું ઉલ્લંઘન ચલાવી લેવામાં નહીં આવે. સ્કૂલ દ્વારા જાહેરનામાંનો ભંગ કરવામાં આવ્યો હશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’

This image has an empty alt attribute; its file name is Surat-Gajera-School-1.jpg

જો ફરી વાર કોરોનાના કેસ વધશે તો સરકાર કડક નિયમ લાગુ કરી શકે

CM રૂપાણીએ વધુમાં કોરોના સંદર્ભે નિવેદન આપતા જણાવ્યું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યાં છે જેથી કેટલાંક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. જો ફરી વાર કોરોનાના કેસ વધશે તો સરકાર કડક નિયમ લાગુ કરી શકે છે.’

કોરોના

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલે સરકારના આદેશથી ઉપરવટ જઈને ધોરણ આઠના વર્ગો ચાલુ કરતા વિવાદ શરૂ થયો છે. કોરોનાના કારણે સરકારની મંજૂરી ન હોવા છતાં શાળાના સંચાલકોએ શાળા ચાલુ કરી દીધી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘોર નિદ્રામાં હોય તેવું સામે આવ્યું છે. સરકારની કોર કમિટીના નિર્ણય બાદ રાજ્યમાં વિવિધ વર્ગો ચાલુ કરવામાં આવ્યાં છે. તો બીજી તરફ સુરતની ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિર્ણયની રાહ જોયા વગર ધોરણ આઠના વર્ગો ચાલુ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે સમગ્ર ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ભારે વિવાદ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી હતી.

This image has an empty alt attribute; its file name is Surat-Gajera-School-1024x683.jpg

સ્કૂલની બેદરકારી સામે અનેક પ્રશ્નો ઊભા થયાં

જો કે અહીં પ્રશ્ન ઊભા થઇ રહ્યાં છે કે, આખરે શા માટે ગજેરા સ્કૂલ સરકારની ગાઇડલાઇનનું પાલન નથી કરી રહી? શું ગજેરા સ્કૂલને બાળકોના સ્વાસ્થ્યની કોઇ જ ચિંતા નથી? જો બાળકો સંક્રમિત થશે તો કોણ જવાબદારી લેશે? આખરે સરકાર પણ કેમ આવી સ્કૂલની માન્યતા રદ નથી કરી નાખતી?

READ ALSO

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!