GSTV
Home » News » સોમનાથ દાદાની કૃપાથી ગુજરાત પરથી આફત ટળી: મુખ્યમંત્રી રૂપાણી

સોમનાથ દાદાની કૃપાથી ગુજરાત પરથી આફત ટળી: મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં હાઈ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં વાવાઝોડાના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરાઇ હતી. છેલ્લી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે આવ્યા હતા જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, સોમનાથના દાદા તથા દ્વારકાધીશ ભગવાન અને હર્ષિદા માતાની કૃપાથી ગુજરાત પરથી આફત ટળી ગઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અગાઉ સૌરાષ્ટ્ર દરિયાકાંઠે આવેલા 10 જિલ્લામાં ખતરનાક વાયુ વાવાઝોડાની અસર થવાની હતી જેને પગલે જાનમાલને નુકસાન ન થાય તે માટે સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે એનડીઆરએફની ટીમોને તમામ વિસ્તારોમાં તૈનાત કરી દેવાઈ છે. ઉપરાંત ત્રણ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરેલ છે. સિનિયર મંત્રીઓ પણ અલગ-અલગ વિસ્તારમાં લોકોની સેવામાં લાગી ગયા છે. હાલ પૂરતું જોખમ ટળી ગયું હોવા છતાં સરકાર આજે સવારે 8 વાગ્યા સુધી એન NDRFની ટીમ સહિતની અગાઉ કરાયેલી તમામ વ્યવસ્થા યથાવત જાળવી રખાશે.

વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે એવું માની લઈએ તો પણ ભારે વરસાદનું જોખમ છે જ આથી જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. જે વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાયો છે ત્યાં તાત્કાલિક રીતે વીજળી પુરવઠો યથાવત કરી દેવાશે હાલમાં 10 પૈકી માંથી ચાર જિલ્લાઓ વેરાવળ, પોરબંદર, દ્વારકા અને અમરેલીના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે આંશિક અસર થવાની હોવાથી વધુ તકેદારી રાખવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોને ખાત્રી આપી છે કે લોકોને જે કોઈ નાનું મોટું નુકસાન થયું છે એને કોઈ ચિંતા ન કરે સરકાર લોકોને તમામ પ્રકારની મદદ કરશે આ કૂદરતી આપતી દરમિયાન હજુ સુધી એક પણ જાનહાની થઈ નથી. કેટલાક પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 31મી જૂલાઇ સુધી ગુજરાતમાં પીવાના પાણીની કોઇ સમસ્યા રહેવાની નથી જો 31મી જુલાઈ સુધીમાં પણ વરસાદ નહીં આવે અને વરસાદ ખેંચાશે તો આગળનું આયોજન તે રીતે કરાશે.

READ ALSO

Related posts

આ કંપનીએ એવો કલર બનાવ્યો કે 1000 સેલ્શિયસ જેટલી આગ લાગશે તો પણ દિવાલને કંઈ નહીં થાય

Mayur

વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

Mayur

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!