GSTV

રિયલ્ટી/ સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ FSI લેવાશે : વ્યાજમાં મળશે રાહત, રૂપાણી સરકાર બિલ્ડરો પર વરસી

Last Updated on October 17, 2020 by

કોરોના કાળમાં ‘ઘેર બેઠા ઘર મેળવો’ના ઓનલાઇન અભિગમથી દેશનો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો યોજાયો. ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચો. મી. બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે ૯૦ ચો. મીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ. એફોર્ડેબલ હાઉસીંગ માટે વધુ જમીન સરળતાએ ઉપલબ્ધ કરાવવા ખેતીની જમીન કાયદા ૬૩ AAA હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી અપાશે.

સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ FSI લેવાશે-વ્યાજમાં રાહત અપાશે

નોન ટી.પી એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ-મકાન નિર્માણ દ્વારા માનવીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે. વર્ચ્યુએલ પ્રોપર્ટી શો તા.૧૭ થી રપ ઓકટોબર સુધી ચાલશે. કોરોનાની આપત્તિને અવસરમાં પલટવાની ખૂમારી ગુજરાતે દાખવીને ન ઝૂકના હૈ, ન રૂકના હૈ ના મંત્ર સાથે વિકાસની આગેકૂચ જારી રાખી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે આ સંદર્ભમાં ક્રેડાઇ-ગાયહેડ દ્વારા પણ પોતાની પ્રોપર્ટી શો યોજવાની પરંપરાને યથાવત રાખવા માટે અભિનંદન આપ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય, સુવિધાસભર અને ગુણવત્તાયુકત આવાસ મળે તે માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પરિપાટીએ ઇઝ ઓફ લિવીંગને પણ સરકારે મહત્વ આપ્યું છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત રહેવાલાયક, માણવાલાયક બને તેમજ પ્રદૂષણમુકત રહે અને પ્રાથમિક આવશ્યકતાઓ પણ મળતી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પારદર્શીતા અને ઇમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે GDCRના નિયમો સહિતની આંટીઘૂંટીઓ દૂર કરી સરળીકરણ અને મોકળાશ આ સરકારે કરી આપી છે. નિયમો-કાયદાઓ પ્રજાને ટેન્શન આપનારા નહિં પરંતુ શાંતિ, મોકળાશ આપનારા બને તેવો અભિગમ અપનાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં હરેક વ્યકિતને ઘરનું ઘર આપવાની જે ખેવના રાખી છે તેમાં એફોર્ડેબલ હાઉસીંગ સેકટર દ્વારા ગુજરાત લીડ લેશે તેવી નેમ વ્યકત કરી હતી.

બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ FSI વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ મુખ્યમંત્રીએ બાંધકામ ઉદ્યોગની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી આ FSI સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું. ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પારદર્શી, પ્રગતિશીલ અને નો-પેન્ડન્સી અભિગમથી બાંધકામ ક્ષેત્રની બહુધા સમસ્યાઓનો સમયસર ઉકેલ આવ્યો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. કોરોના કાળમાં આ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ની પહેલ દેશ માટે દિશાદર્શક બનશે તેવી અપેક્ષા પણ તેમણે દર્શાવી હતી.

READ ALSO

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!