GSTV

LRD મામલે ચાલી રહેલા વિવાદ અંગે સીએમ રૂપાણીએ કહ્યું, રાજ્યમાં અસ્થિરતા લાવવાનો પ્રયાસ

એલઆરડી મુદ્દે એક તરફ પાટનગરમાં આંદોલન યથાવત છે. તો બીજી તરફ રાજકીય પક્ષોના આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર જોવા મળી રહ્યો છે. જ્યારે આ મુદ્દે સીએમ રૂપાણીએ રાજ્યમાં કેટલાંક લોકો દ્વારા અસ્થિરતા ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યાં હોવાની ભીતિ વ્યક્ત કરી છે. એલઆરડી પરીક્ષાને પગલે રાજ્યમા જોવા મળી રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં સરકારને ધારી સફળતા નથી મળી રહી. ત્યારે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આંદોલન થકી વિરોધીઓ અસ્થિરતા ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યાં છે તેવી પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેઓએ લીગલ વિભાગ, સામાજિક વિભાગ બધાં જ આ માટે કામ કરી રહ્યાં છે તેમ જણાવ્યું છે.

એલઆરડીની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે આ મુદ્દે રાજકીય રંગ પણ જોવા મળી રહ્યાં છે. એસસી, એસટી, ઓબીસીની મહિલાઓના આંદોલનને સમર્થન આપીને ભાજપના જ સાંસદો ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સીએમને પત્ર લખ્યા છે. જેમાં અનામત મુદ્દે વિસંગતાઓ દૂર કરવામાંની માગ કરવામાં આવી છે. અને લોકરક્ષક દળની ભરતીમાં વર્ષ 2018માં બિન અનામતના કારણે પછાત મહિલા ઉમેદવારોને લાયકાત પ્રમાણે લાભ આપવાની માગ કરી છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત પ્રતિક્રિયા આપી કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા.

નીતિન પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, કોંગી નેતાઓ પત્ર લખવાના મુદ્દાને ઉછાળે છે અને નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમએ નાગરિકોના પ્રશ્નો મુદ્દે સાંસદો અને ધારાસભ્યો પત્ર લખીને સરકાર સમક્ષ રજૂઆત કરતાં હોવાની પ્રતિક્રિયા આપી છે. તો કોંગ્રેસે અનામતના મુદ્દે સરકારનો વર્ષ 2018નો પરિપત્ર ગેરબંધારણીય ગણાવ્યો છે. એલઆરડી મુદ્દે હાલ એક તરફ આંદોલન અને બીજી બાજુ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે એલઆરડી મુદ્દે હજુ અનેક રંગ જોવા મળશે તે નક્કી જ છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!