GSTV

ગાંધીનગરમા સીએમ રૂપાણીએ વાયુ વાવાઝોડાને લઈને કરી પ્રેસ કોંફરન્સ, આગામી 24 મહત્વના

Last Updated on June 13, 2019 by

ગાંધીનગરમા સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વાયુ વાવાઝોડાની સ્થિત અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન વિભાગ, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ હવે ધીમે ધીમે હળવું થઈ રહ્યુ છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે હવામાન વિભાગના મતે વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે. તેમ છત્તા તંત્ર 24 કલાક એલર્ટ પર છે. અને સવારે 8 વાગ્યા સુધી અસરગ્રસ્ત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રખાયુ છે. જે લોકોને સ્થળાંતરિત કરાયા છે તે લોકોને રાતવાસો આશ્રય સ્થાનમા જ કરવા જણાવાયુ છે. વાવાઝોડાએ દિશા બદલી છે અને ભેજનું પ્રમાણ વધે તો ભારે વરસાદની શક્યતા છે. પ્રભાવિત વિસ્તારની સ્થિતિ જોઈને સવારે 8 વાગ્યા પછી કોઈ નિર્ણય કરાશે.

અસરગ્રસ્ત જીલ્લાઓમા વીજ પુરવઠોની વ્યવસ્થા માટે પીજીવીસીએલની 650 ટીમો કાર્યરત છે. ગાંધીનગરમા સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વાયુ વાવાઝોડાની સ્થિત અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. આ ઉપરાંત સીએમે ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ, અને ભોળાનાથના આશીર્વાદ હોવાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

ગુજરાતના દરિયામાં વાયુ વાવાઝોડું હજુ પણ સિવીયર સાયક્લોન સ્ટેજનમા છે. હજુ તેની તિવ્રતા ઘટી નથી. માત્ર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વેરાવળથી 100 કિલોમીટર અને પોરબંદરથી 130 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમનાથ, પોરબંદર, દિવ, જૂનાગઢ અને દ્વારકામાં અસર કરશે. જોકે અતિ ભારે વરસાદની આગાહી હતી તેમાં જ ઘટાડો થયો છે. તેમ છત્તા તમામ બંદરો પર 9 નંબરનુ સિગ્નલ યથાવત છે. આગામી 12 કલાસ સુધી વાયુ વાવાઝોડુ સમુદ્ધમાં જ રહેશે. જેથી આગામી 12 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે. વેરાવળના સુત્રાપાડા નજીકના ધામનેલજ ગામ ખાતે પવનની સૌથી વધુ 114 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નોંધાઈ છે.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!