GSTV

સીએમ રૂપાણીની મોટી જાહેરાત : આવતીકાલથી આ 4 શહેરમાં રહેશે માત્ર નાઈટ કર્ફ્યૂ

કોંગ્રેસ

સીએમ રૂપાણીની મોટી જાહેરાત : આવતીકાલથી આ 4 શહેરમાં રહેશે માત્ર નાઈટ કર્ફ્યૂ. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હવે ફક્ત નાઈટ કર્ફ્યૂ જ લાગૂ રહેશે, દિવસના કર્ફ્યૂમાંથી જનતાને મુક્તિ આપવામાં આવી છે.આ બાબતને લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યની જનતાને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને સંક્રમણને ધ્યાને રાખતા હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું પડશે.સાથે જ તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ સમયે જનતાએ ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ રહેશે નહીં.

સાથે જ મુખ્યપ્રધાને એમ પણ જણાવ્યુ છે કે, રાજ્યની જનતાને કોરોનાકાળમાં ડરવાની જરૂર નથી. રાજ્ય સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. બસ ખાલી યુવાનોએ ટોળે વળવુ નહીં, તથાં કારણવગરની મેળાવડા કરવા નહીં. જેથી કરીને સંક્રમણ વધારે ફેલાય નહીં. આગામી દિવસોમાં આપણે નિયમોનું ખાસ પાલન કરી માસ્ક ફરજિયાત લગાવી રાખવાના રહેશે.

કેન્દ્રની આરોગ્ય ટીમ ગાંધીનગર પહોંચી છે. અમદાવાદ,  વડોદરા, મહેસાણાની મુલાકાત કર્યા બાદ ગાંધીનગર પહોંચેલી કેન્દ્રીય આરોગ્ય ટીમ હવે સીએમ સાથે મુલાકાત કરી. જેમાં કેન્દ્રની ટીમ સીએમ ડેશ બોર્ડની પણ મુલાકાત લીધી..જેમાં કેન્દ્રીય ટીમે ધન્વંતરી આરોગ્ય રથને સફળ પ્રયોગ ગણાવ્યો..કેન્દ્રીય ટીમે ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી. કેન્દ્રીય ટીમના વડા ડૉ. સિંઘે આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ લોકો-નાગરિકો સાથે સંવાદ-વાતચીત કરીને પ્રતિભાવો મેળવ્યા જેમાં સંતોષ વ્યકત કર્યો.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જીએસટીવી ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે કહ્યું હતુ કે તહેવારના કારણે  કોરોનાનું સંક્રમણ વધ્યું. સંક્રમણ નહી વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો..અમદાવામાં આવતીકાલથી જનજીવન શરૂ થશે..જો કે અમદાવાદમાં રાત્રી કર્ફયું યથાવત રહેશે..રાજ્યમાં દરરોજ કોરોનાની કામગીરી અંગે સમીક્ષા થાય છે.નીતિન પટેલે કહ્યું હતુ કે કોરોના સામે લડવા માટે આપણી પાસે પુરતી વ્યવસ્તા છે.સંક્રમણ ન  વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!