GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજે સાંજે થશે મોટી જાહેરાત, મુખ્યમંત્રી રૂપાણી કરશે પ્રેસ કોન્ફરન્સ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ગુજરાતમાં હાલ કોરોની સ્થિતી ગંભીર બની રહી છે. ત્યારે આવા સમયે સરકારો પાસે કોરોનાને નાથવા માટે હાથવગુ હથિયાર તરીકે હાલમાં તો ફક્ત લોકડાઉન એજ એક માત્ર ઉપાય છે. ત્યારે આજે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે. સીએમ રૂપાણી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરશે કે, ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવુ કે નહીં.

કર્ફ્યૂનો સમય વધે તેવી પણ શક્યતા

રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે હજુ પણ સ્થિતિ ઘણી ગંભીર છે. ત્યારે રાજ્ય સરકાર 15 મે સુધી કરફ્યુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. વધુ સંક્રમણ ધરાવતા રાજ્યના 29 શહેરમાં કરફ્યૂ છે અને સરકાર કરફ્યૂની તારીખમાં વધારો કરી શકે છે.

સરકાર લોકડાઉન લગાવવા મુદ્દે કોઈ વિચારણા કરતી નથી. પરંતુ કરફ્યુના કડક અમલવારી પર ધ્યાન આપશે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોકે કરફ્યુની તારીખ વધારવામાં આવી શકે. જોકે બાદમાં કેસ ઘટે તેવા વિસ્તારને તબક્કાવાર કરફ્યૂ મુક્ત પણ કરી શકે છે.

કેસ

ગુજરાતમાં કોરોનાની સ્થિતી, ટેસ્ટીંગ ઘટ્યા તો કેસ પણ ઘટ્યા

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૨૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૨૬, રાજકોટમાં ૧૬ સહિત કુલ ૧૪૦ના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬ લાખને પાર થઇને ૬,૦૭,૪૨૨ થઇ ગયો છે. આ પૈકી ૧ લાખ કેસ માત્ર છેલ્લા ૭ દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે જ્યારે ૭૪૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૯૯૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના ૬ લાખ કેસ

તારીખ કેસ

૩ સપ્ટેમ્બર ૧,૦૦,૩૭૫

૨૪ નવેમ્બર ૨,૦૦,૪૦૯

૨૮ માર્ચ ૩,૦૦,૮૬૬

૧૮ એપ્રિલ ૪,૦૪,૫૬૯

૨૬ એપ્રિલ ૫,૧૦,૩૭૩

૩ મે ૬,૦૭,૪૨૨

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૪૬૧૬-ગ્રામ્યમાંથી ૫૫ સાથે ૪,૬૭૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૧,૮૦,૬૮૨ છે જ્યારે ૬૮,૪૩૦ એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં ૧૩૦૯-ગ્રામ્યમાં ૩૪૭ સાથે ૧૬૫૬, વડોદરા શહેરમાં ૪૯૭-ગ્રામ્યમાં ૪૩૯ સાથે ૯૩૬, રાજકોટ શહેરમાં ૩૯૭-ગ્રામ્યમાં ૧૨૭ સાથે ૫૨૪ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૧,૨૦,૭૭૫-વડોદરામાં ૫૩,૫૨૦ અને રાજકોટમાં ૪૫,૧૭૪ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૭૧૨ સાથે જામનગર, ૫૭૧ સાથે ભાવનગર, ૪૯૩ સાથે મહેસાણા, ૩૧૭ સાથે ગાંધીનગર, ૨૮૦ સાથે જુનાગઢ, ૧૯૯ સાથે બનાસકાંઠા, ૧૮૭ સાથે કચ્છ, ૧૬૯ સાથે મહીસાગર, ૧૬૦ સાથે નવસારી, ૧૫૯ સાથે ખેડા, ૧૪૧ સાથે સાબરકાંઠા, ૧૩૧ સાથે પાટણ, ૧૨૭ સાથે આણંદ, ૧૨૫ સાથે વલસાડ, ૧૨૦ સાથે ગીર સોમનાથ, ૧૧૦ સાથે મોરબી, ૧૦૯ સાથે અરવલ્લી, ૧૦૮ સાથે પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કેસ

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૬, રાજકોટમાંથી ૧૬, વડોદરા-જામનગરમાંથી ૧૪, સુરતમાંથી ૧૩, ભાવનગરમાં ૧૨, જુનાગઢમાં ૯ એમ રાજ્યભરમાંથી કુલ ૧૪૦ના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૯૯૩, સુરતમાં ૧૬૫૦, વડોદરામાં ૫૫૬, રાજકોટમાં ૫૧૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩૯૫૨, સુરતમાંથી ૨૮૯૨, રાજકોટમાંથી ૬૪૭, વડોદરામાંથી ૬૪૭ એમ રાજ્યભરમાંથી કુલ ૧૧,૯૯૯ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૪,૫૨,૫૭૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૭૪.૪૬% છે. ગુજરાતમાં વધુ ૧,૩૭,૭૧૪ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૮૩ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૫૭,૭૩૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!