GSTV
Gujarat Government Advertisement

સીએમ રૂપાણીએ જૂનાગઢ સિવિલની આકસ્મિક મુલાકાત લીધી, દર્દીઓની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી

Last Updated on May 4, 2021 by Pravin Makwana

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે ગયા અને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરે તે પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા પણ સિવિલ હોસ્પિટલ પર ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ દર્દીના સગાઓ સાથે હેલ્પ ડેસ્ક પર મુલાકાત કરીને દર્દીઓને પડતી મુશ્કેલી અંગે માહિતી મેળવી હતી. તેમજ આશ્વાસન આપ્યુ હતુ.

સીએમ રૂપાણીએ હોસ્પિટલ તંત્ર, તબીબો અને દવાઓ વિશે પણ માહિતી મેળવી હતી. સીએમ રૂપાણી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પર મુલાકાત કરીને કલેકટર ઓફિસે રવાના થયા હતા. ઉલ્લેખનિય છે કે, સીએમ રૂપાણી અગાઉ માત્ર કલેકટર કચેરીની મુલાકાત લઈને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરવાના હતા. જોકે જીએસટીવીના અહેવાલ બાદ સીએમ રૂપાણીની સિવિલ મુલાકાતનું પણ શિડ્યુઅલ ગોઠવાયુ હતુ અને તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનો સાથે હેલ્પ ડેસ્કથી મુલાકાત કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!