GSTV

રાજ્યમાં વરસાદ ખેંચાતા સુજલામ્ સુફલામ્ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા સરકારનું આયોજન, જરૂરિયાતમંદ ખેડૂતો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત

Last Updated on July 7, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં ચોમાસાને બ્રેક વાગતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિંચાઈની વ્યવસ્થા કરવા માયનોર કેનાલમાં પાણી છોડવા સૂચન કર્યું છે. જેના લીધે જરૂરિયાત ધરાવતા ખેડૂતોએ સિંચાઈ માટે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે સુજલામ્ સુફલામ્ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન કર્યું છે. સૌની યોજના હેઠળ સિંચાઈ માટે સરકાર પાણી આપવાનું આયોજન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કિસાનોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

farmer

ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે. તેવામાં જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં એક જુલાઇએ પારો 43.5 ડિગ્રીને સ્પર્શી ગયો છે. 9 વર્ષમાં આવું પહેલીવાર છે કે, ગરમી આ દિવસે આટલા ઉંચા લેવલ સુધી પહોંચી હોય. ગુજરાતમાં પણ સતત ગરમી વધી રહી છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી મોટી ખેતી થાય છે. સૌથી ખરાબ હાલત એ કપાસ અને મગફળીની છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે એમના માટે પિયત સિવાય કોઈ વિકલ્પ નથી. હવામાન વિભાગે આ સપ્તાહે વરસાદ નહીં પડે તેવી આગાહી જાહેર કરી છે. હવે ખેડૂતો માટે 25 લાખ હેક્ટરમાં ઉભા પાકને બચાવવા માટે કોઈ વિકલ્પ ન રહેતાં સરકારે 2 કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય લીધો છે. જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.

ગામો

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઇ છે પરંતુ તેમ છતાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હજી વરસાદ પડવાના કોઈ જ વાવડ નથી. રાજ્યમાં સાત જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો વળી સૌરાષ્ટ્રમાં 8 અને 9મી તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે.

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા પાણીના અભાવે બાજરી, મકાઈ, ડાંગર, મગફળી, કપાસના વાવેતરમાં પણ ફૂટેલો ફણગા કરમાઈ રહ્યા છે બીજી તરફ ખેડૂતો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. જો એકાદ અઠવાડીયામાં પાણી નહી મળે તો ગુજરાતના ચોમાસુ પાકના ખેડ, ખાતર, બિયારણનો ખર્ચ ખેડૂતોને માથે પડશે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. આ કપરી પરિસ્થિતિમાં ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ વિવિધ માંગણી કરી હતી. જેમાં ચાર કલાકથી વધુ વીજળી આપવા તેમજ બધા જ જળાશયોમાંથી પાણી છોડવાની છે. હાલમાં જળાશયો પણ તળિયાઝાટક થલા લાગ્યા છે. ખેડૂતો પાસે પાકને બચાવવો એ કઠિન છે.

આ વર્ષે ચોમાસાનું આગમ બહુ જ મોડું થવા જઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત 10મી જુલાઇ પછી થશે, છેલ્લા 15 વર્ષમાં આ વર્ષે સૌથી મોડુ ચોમાસુ શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે કૃષી ક્ષેત્રે મોટી અસર જોવા મળી શકે છે અને પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari

હજારો કાર્ડધારકો રાશન લેવા વાજબી ભાવની દુકાને નથી જતા?, રાજ્યમાં 2.98 લાખથી વધુ રેશનકાર્ડ થઈ ગયા સાયલન્ટ !

pratik shah

મોટી રાહત/ સરકારની આ યોજનાનો લાભ હવે માર્ચ મહિના સુધી મળશે, જોઈ લો શું છે સમગ્ર પ્રોસેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!