GSTV

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

Last Updated on October 22, 2020 by pratik shah

કચ્છના નલિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પેટાચૂંટણીના પ્રચાર સમયે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. ખાસ કરીને કોરોનાકાળમાં કોંગ્રેસેના ધારાસભ્યો જયપુર કેમ ગયા તેવો સવાલ સીએમ રૂપાણીએ પૂછ્યો છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોના કાળમાં પ્રજા ભયભીત હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂપીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા..સીએમ રૂપાણીએ કહ્યુ કે, કોરોના કાળમાં સરકારે રાશન સહિતની તમામ સુવિધા માટે તિજોરી ખુલ્લી મુકી હત.પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાના પ્રશ્ને ચિંતા કરવા કરતા જયપુર પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ રિસોર્ટમાં દારૂપીને ધુબાકા મારતા હતા..આમ સીએમ રૂપાણીના આ નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

કોંગ્રેસના નેતાઓ રિસોર્ટમાં દારૂપીને ધુબાકા મારતા

કોરોનાકાળમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગતા રહ્યા છે..જેના પર સીએમ વિજય રૂપાણએ કહ્યુ કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારના જુઠ્ઠા આક્ષેપો કરે છે..પરંતુ સરકારે અનેક લોકોને મફત સારવાર આપી…કોરોના સંક્રમણને પણ રોક્યુ…ઈફેક્ટિવ કામગીરીના કારણે કોરોનમાં મૃત્યુદર ઘટ્યો છે..સાથે જ સરકારે સારી રીતે કોરોનાકાળમાં કામગીરી કરી છે.

કોંગ્રેસ ભ્રષ્ટાચારના જુઠ્ઠા આક્ષેપો કરે છે

સીએમ રૂપાણીએ ફરી એક વખત પેટાચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ દાખવ્યો તો સાથે જો કોગ્રેંસની નેતાગીરી પર પણ સવાલ ઉઠાવતા અને કહ્યુ કે, આઠેય આઠ બેઠક કોંગ્રેસની હતી…અને આ આઠેય બેઠક જીતશુ..એટલે કે જેટલો વકરો એટલો નફો એ ભાજપની સ્થિતિ છે..ગુમાવવાનું કોંગ્રેસને છે..તેઓએ કહ્યુ કે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ લગભગ 15 ધારાસભ્યો છુટ્ટા પડ્યા જે દર્શાવે છે કે કોંગ્રેસની નેતાગીરી નબળી છે.

અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ લગભગ 15 ધારાસભ્યો છુટ્ટા પડ્યા

READ ALSO

Related posts

માંગણી / શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ કરી રહી છે ભ્રષ્ટાચાર, આક્ષેપ સાથે વાલીઓની 50 ટકા ફી માફીની માંગ

Dhruv Brahmbhatt

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt

IT Act 66Aને લઈને સુપ્રીમ કોર્ટની લાલ આંખ, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!