GSTV
Home » News » મંત્રીમંડળના વિસ્તરણ મામલે સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો, ઘણાના સપનાં થશે ચકનાચૂર

મંત્રીમંડળના વિસ્તરણ મામલે સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો, ઘણાના સપનાં થશે ચકનાચૂર

Vijay Rupani cabinet expand

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ પ્રધાનમંડળ વિસ્તરણની અટકળોને ફગાવી દીધી છે. પાલનપુરમાં આ મામલે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રૂપાણીએ કેબિનેટ વિસ્તરણની વાત ફગાવી હતી. જ્યારે કે કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવાની ચાલતી અટકળો અંગે તેમણે સ્પષ્ટ ફોડ પાડવાનું ટાળ્યું હતુ. સીએમે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કોંગ્રેસને ધણી-ધોરી વગરની ગણાવી હતી. હવે આ મામલે આજે રૂપાણીએ સત્તાવાર ઇનકાર કરી દીધો છે. સચિવાલયમાં બે પ્રધાનો માટે ઓફિસોની સાફસૂફી પણ થઈ છે. આમ છતાં રૂપાણીની સ્પષ્ટતા બાદ અટકળોનો અંત આવી ગયો છે.

ભાજપના કોઈ નેતા સ્વીકાર કરતા નથી

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની કોંગ્રેસના કાર્યકર્તાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક વધી જાય છે. કોંગ્રેસમાંથી નેતાઓને પોતાના બેડામાં ખેંચી કેસરીયો ખેંસ પહેરાવવાની દોડ લાગવા માંડે છે. જો કે આ વાતનો ભાજપના કોઈ નેતા સ્વીકાર કરતા નથી. ભાજપ તરફથી કોઈ પણ નેતાને પરાણે કેસરીયો ખેંસ પહેરાવવામાં આવતો નથી. એવામાં કોંગ્રેસના ધારાસભ્યો દર બે મહિને ભાજપના સંપર્કમાં હોવાની અને ભાજપ સાથે જોડાવાની વાતો ફેલાતા ભાજપમાં હરખની અને કોંગ્રસમાં ચિંતાની લાગણી પ્રસરવા લાગે છે. આજે સવારે પણ કંઈક આવું જ થયું જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરની સાથોસાથ ભરત ઠાકોર અને ધવલ ઝાલા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાના હોવાની વાતો મીડિયામાં ફેલાવા લાગી છે.

કોંગ્રેસના આ પાંચમાંથી 4 ધારાસભ્યોએ વાતને નકારી કાઢી

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના 5થી વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે. પણ કોંગ્રેસના આ પાંચમાંથી 4 ધારાસભ્યોએ વાતને નકારી કાઢી હતી. ઉપરથી અલ્પેશ ઠાકોર ને તો સંસદીય સચિવનું પદ મળવા હોવાની વાત પણ ફેલાઈ હતી, જેનો અલ્પેશે કડક શબ્દોમાં વિરોધ કરી આ વાત માત્ર અફવા હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વાતો તો મને મીડિયાના મિત્રો પાસેથી જાણવા મળે છે. અલ્પેશે સાફ શબ્દોમાં શું કહ્યું તે નીચેના વીડિયોમાંથી જાણી શકાશે.

આ વચ્ચે લલિત વસોયાનું નામ પણ ભાજપમાં સમાવેશ થવાનું હોવાથી આવતા ગરમા ગરમીનો માહોલ થઈ ગયો હતો. કારણ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું નામ ધરાવતા લલિત વસોયા જોડાય તો કોંગ્રેસની કમર ભાંગી જાય. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રનો કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો નથી. લલિત વસોયાએ જણાવ્યું કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવાહ ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી વાત મારી છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશ.

હું કોંગ્રેસમાં જ છું અને રહીશ

તો અલ્પેશ ઠાકોર સાથે જે નેતાનું નામ સામે આવ્યું હતું તેમાંના ધવલ ઝાલાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. ખબરો હતી કે ધવલ ઝાલાને સાબરકાંઠાની બેઠક પરથી ભાજપ લડાવશે. ત્યારે આ સંદર્ભે ધવલ ઝાલાએ કહ્યું હતું કે, હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી છે તે અફવાહ છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક ધમકીને વશ થઇશ નહીં.

અમારી પાર્ટીમાં સૌ કોઇનું સ્થાન છે

કોંગ્રેસના 5થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસણાએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટીમાં સૌ કોઇનું સ્થાન છે. અમારી પાર્ટીમાં આવનારને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રાંતના પ્રમુખે પણ આવકાર્યા છે. આજે જ્યારે દેશમાં પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને દેશનું માથું ઉંચુ થઈ રહ્યું છે ત્યારે તેને જોઈ કોઈ પણ આવી શકે છે.

Related posts

કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં જ એકબીજા પર દે ધનાધન કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

Arohi

સેકસ સંબંધમાં પતિ બનતો હતો વિલન, પતિને મારવાનો પ્લાન બનાવ્યો પણ પ્રેમી પણ મરી ગયો

Mayur

સટ્ટા બજારમાં અલ્પેશ ઠાકોરનું નામ હોટ ફેવરિટ, બોલાઈ રહ્યો છે આટલો ભાવ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!