GSTV

કેશુબાપા/ જનસંઘથી લઇને ભાજપાનું વટવૃક્ષ ઉભુ કરનારા નેતા : રૂપાણીએ તમામ કાર્યક્રમો કર્યા રદ, સાંજે મળશે કેબિનેટની બેઠક

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ત્યારે રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રૂપાણીએ જણાવ્યું કે કેશુભાઈ પટેલ ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા

ઉલ્લેખનીય છે કે સીએમ વિજય  રૂપાણીએ ઉમેર્યુ હતુ કે કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે.

કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ચુનાવ પ્રચરમાંથી ગાંધીનગર આવવા રવાના થયા..ગાંધીનગર પહોંચી તેઓ સીધાજ પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. નોઁધપાત્ર છે કે આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે..સદગત કેશુભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Ankita Trada

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!