GSTV

ચીનમાં ફસાયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા અંગે CM રૂપાણીએ વિદેશ પ્રધાનને કરી રજુઆત

ચીનમાં પ્રસરી રહેલા ખતરનાક કોરોના વાયરસને કારણે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. તો ચીનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે તેમના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ છે. વડોદરા, વડનગર સહિતના વિસ્તારના વિદ્યાર્થીઓ ચીનમાં હાલાકીમાં મુકાયા છે.

તો અમદાવાદમાં પણ કોરોના વાયરલ મુદ્દે કોર્પોરેશને તાત્કાલીક અગમચેતીના પગલા રૂપે બેઠક કરી હતી.ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. સીએમ રૂપાણીએ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની આરોગ્ય સલામતી અને સુરક્ષા ઉપરાંત તેમને વતન પરત લાવવા જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક હાથ ધરવા રજૂઆત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરીને વિદેશ મંત્રાલયને જરૂરી મદદ માટે સૂચના આપી છે.

મહીસાગર જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ ચીનના હુબેઇનમાં ફસાયા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ MBBS કરવા માટે હુબેઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ ચીન ગયા છે તેમા રિયા પટેલ, દિપાલી પટેલ અને વૃંદ પટેલનો સમાવેશ થયા છે. ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતાનો માહોલ છે અને પરિવાર સરકાર પાસે વિદ્યાર્થીઓને વહેલી તકે પરત લાવવાની માગ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!