અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે વિજય રૂપાણીએ 5 લાખ રૂપિયા દાન આપ્યુ છે. રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે 5 લાખ રૂપિયા દાન આપ્યુ હતું. આ સિવાય મૌલેશ ઉકાણીએ 21 લાખ જ્યારે મારૂતી કુરિયરના રામ ભાઇ મોકરીયાએ 11 લાખનું દાન આપ્યુ હતું.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં રામ જન્મભૂમિ મંદિર માટે સહયોગ અભિયાન શરૂ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 5 લાખનું દાન આપ્યું છે. આપને જણાવી દઇએ કે, વિશ્વ હિંદુ પરિષદે 15 જાન્યુઆરીથી પૂરા ભારતમાં રામ જન્મભૂમિ મંદિર માટે સહયોગ અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત રામ ભક્તો પાસેથી અયોધ્યામાં એક ભવ્ય મંદિરના નિર્માણ માટે એક સહયોગ અને એકતાના આશયથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે, ‘તેમનું આ અભિયાન 43 દિવસો સુધી ચાલશે કે જે બે ચરણમાં સંપન્ન થશે.’ ત્યારે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. જેઓએ રૂપિયા 5 લાખનું દાન આપ્યુ હતું. આ સિવાય મૌલેશ ઉકાણીએ 21 લાખ, જ્યારે મારૂતી કુરિયરના રામ ભાઇ મોકરીયાએ 11 લાખનું દાન આપ્યું હતું.
Gujarat Chief Minister Vijay Rupani today donated a sum of Rs 5,00,000 for the construction of Ram Mandir in Uttar Pradesh's Ayodhya. (File photo) pic.twitter.com/dqQMaX4Sku
— ANI (@ANI) January 21, 2021
આ સહયોગ અભિયાન અંતર્ગત વિશ્વ હિંદુ પરિષદે સૌ પહેલાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે VHP ને રૂ. 5 લાખ એક સોનો ચેક આપીને પોતાનો સહયોગ આપ્યો હતો. ત્યાર બાદ મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહે પણ રામ મંદિરના નિર્માણ માટે રૂ. 1 લાખનો ચેક આપ્યો હતો.
ગુજરાતમાંથી મળ્યું કરોડોનું દાન
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાંથી રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. સુરતના દાનવીર હીરા બિઝનેસમેન ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મહત્વનું છે કે, ગોવિંદભાઇ ઘણા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે.
એક જૂનો મુદ્દો ખતમ થઇ ગયો – ગૌતમ ગંભીર
આ સિવાય ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પણ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયાના દાનનો સહયોગ આપ્યો છે. પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે જણાવ્યું કે, ‘એક જૂનો મુદ્દો ખતમ થઇ ગયો છે.’
રામ મંદિર માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાંક દિગ્ગજોએ તેમાં દાન આપ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગત વર્ષે ઓગષ્ટમાં ભૂમિપૂજન કરાયું હતું.
READ ALSO :
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર