કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ કચ્છ જિલ્લાની મુલાકાત લીધા બાદ આ નિર્ણય કર્યો છે. કચ્છમાં ઘાસચારા અને પાણી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. કચ્છના 8 તાલુકામાં વરસાદ નથી.. ઘાસચારા અને પાણીની સમસ્યા ઉભી થઇ છે ત્યારે કચ્છમાં પહેલી ઓક્ટોબરથી અછત લાગુ થશે. સરકારે કચ્છ માટે 297 કરોડની પાણી યોજનાને મંજૂરી આપી છે. આગામી સમયમાં ટ્રેન મારફતે ઘાસની વ્યવસ્થા કરવામાં આવશે.