GSTV

BIG NEWS / રાજકોટવાસીઓ માટે ખુશખબર, નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો CM રૂપાણીનો મહત્વનો નિર્ણય

Last Updated on July 18, 2021 by Dhruv Brahmbhatt

રાજકોટવાસીઓ માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ જામ્યો છે એવામાં રાજકોટમાં હજુ પણ વરસાદ ખેંચાતા લોકોને માટે સર્જાતી પીવાના પાણીની સમસ્યા વચ્ચે CM રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. કોઇ પણ હિસાબે હવે રાજકોટવાસીઓને પાણી મુદ્દે પરેશાની નહીં સર્જાય. મંગળવાર સુધીમાં ડેમમાં નર્મદા નીર પહોંચી જશે.

ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડાશે

CM રૂપાણીએ રાજકોટ શહેરમાં નર્મદા (Narmada) નું 300 ક્યુસેક પાણી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા CM રૂપાણીએ સૂચના આપી છે.

મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પાણી પહોંચશે

તદનુસાર રવિવાર સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!