GSTV

મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો પીએમ મોદીને આપ્યો ચિતાર

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર પીએમ મોદીને આપ્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સીએમ રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સીએમ રૂપાણીએ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. તેમણે રાજ્યમાં કોરોનાથી થતાં મૃત્યુદરની માહિતી પીએમ મોદીને આપી છે. તો વળી રાજ્યમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ છે. સીએમ રૂપાણીએ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કુલ 55 હજાર આઈસોલેશન બેડ છે.

રાજ્યમાં કુલ 55 હજાર આઈસોલેશન બેડ

જે પૈકી 45 હાજર બેડ હજી સારવાર માટે ઉપલબ્ધ છે. રાજ્યમાં 104 હેલ્પલાઈન સેવાનો 2.78 લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો છે.  સંજીવની કોરોના રથ સેવા અન્વયે અમદાવાદમાં ૭૦૦ સંજીવની રથ દ્વારા ત્રણ હજાર કોલ્સ એટેન્ડ કરાયા છે. ત્યારે અમદાવાદમાં ૧રપથી વધુ કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો  છે. જેથી પીએમ મોદીએ અલગ-અલગ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સથી માહિતી મેળવી હતી.દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ કોરોનાની વર્તમાન સ્થિતિ અને વેક્સીનને લઈને ચર્ચા કરી છે.

વડાપ્રધાન મોદીએ કોરોનાની વર્તમાન સ્થિતિ અને વેક્સીનને લઈને ચર્ચા કરી

તેઓ મુખ્યપ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી..જેમાં સ્પષ્ટ જણાવ્યુ કે, કોરોના વેક્સીન આવવાનો સમય નક્કી કરી ન શકાય..કોરોના વાયરસની રસી ક્યારે આવશે તે વૈજ્ઞાનિક નક્કી કરશે…કોરોના વેક્સીન પર કેટલાક લોકો રાજનીતિ કરે છે.કોઈને પણ રાજનીતિ કરતા રોકી શકાય નહી.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!