GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

લોકડાઉન 5.0 : 1 જૂનથી ફરી અમદાવાદ અને સુરત થશે સંપૂર્ણ બંધ, જાણો સીએમ ઓફિસે શું કર્યો ખુલાસો

Corona

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂન થી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે એવી વાતો ફેલાવી રહ્યા છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

સોશિયલ મીડિયા મેસેજ થયા હતા વાયરલ

સોશિયલ મીડિયા પર અનેક મેસેજો વાયરસ થયા હતા. જેમા કહેવામાં લખવામાં આવ્યું હતું કે સુરત અને અમદાવાદમાં ફરી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. જેને લઈને જીવન જરૂરીયાતની વસ્તુંઓનો સ્ટોક કરી લેવો. જેને કારણે લોકોમાં ગભહાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેથી આજે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે આ સમાચારો ખોટા છે અને આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી લોકોએ અફવા પર ધ્યાન ન આપવું અને ગભરાવું નહી.

લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી 30 મે એટલે કે શનિવાર સુધીમાં લોકડાઉન-4 બાદ શું તે મામલે સૂચનો મંગાવ્યા છે. ત્યારે ગુજરાત તરફથી પણ કેન્દ્ર સરકારને સૂચનો આપવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ મામલે હવે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાતના ટોચના અધિકારીઓ અને સત્તાધીશો આ મામલે બેઠક યોજી આગળની રૂપરેખા ઘડી રહ્યા છે. જે નક્કી થયા બાદ આવતીકાલ સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

જ્યાં કોરોનાના વધુ કેસો છે ત્યાં વધુ છૂટછાટ આપવામાં નહીં આવે

જે-તે રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી લોકડાઉન-4 બાદ વધુ છૂટછાટો આપવી કે કેમ તે મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. જો કે જ્યાં કોરોનાના વધુ કેસો છે ત્યાં વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તેમ નિશ્ચિતપણે મનાઇ રહ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરત એમ ત્રણેય મહાનગરો કોરોનાથી સૌથી વધુ સંક્રમિત છે. ત્યારે આ ત્રણેય શહેરોને બાદ કરતા રાજ્યના અન્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનના નિયંત્રણો થોડા વધુ હળવા બનાવવામાં આવે તેમ મનાઇ રહ્યું છે.

READ ALSO

Related posts

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

ચાઈનીઝ સ્માર્ટ ફોનની કંપનીઓ માટે આવ્યા ખરાબ સમાચાર, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!