GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલના વધતાં જતાં ભાવ વચ્ચે CM રૂપાણી કરી શકે છે મહત્વની જાહેરાત, તૈયાર કરાયો આ એક્શન પ્લાન

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરશે. બપોરના બાર વાગ્યે તેઓ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજશે. જેમાં તેઓ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીના કાયદાકીય સ્વરૂપને લઈને જાહેરાત કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. વધતાં જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે રાજ્ય સરકાર ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે.

પેટ્રોલ-ડીઝલ નહીં હવે આ ઈંધણથી ચાલશે વાહનો!

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકાર પણ હવે આગળના 8થી 10 દિવસમાં મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ફ્લેક્સ-ફ્યૂલ એન્જીન (Flex-fuel Engine) ને અનિવાર્ય બનાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ જાણકારી આપી હતી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પગલાંથી ખેડૂતોને મોટી મદદ મળશે અને દેશની અર્થવ્યવ્સ્થાને વેગ મળશે.

પેટ્રોલ

નીતિન ગડકરીએ રોટરી જીલ્લા સમ્મેલન 2020-21(Rotary District Conference 2020-21)ના વીડિયો કોન્ફોરન્સ દ્વારા સંબોધિત કરતા જણાવ્યં કે વૈકલ્પિક ઈંધણ ઈથેનોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દેશના ઘણાં ભાગોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100થી પણ વધુ છે. આ માટે ઈથેનોલના ઉપયોગથી ભારતીયોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk

હવે અર્બુદા સેના મેદાને : દૂધ ઉત્પાદક સંઘમાં કસ્ટોડિયન કમિટીએ સંઘને કર્યું નુક્સાન, એસીબીને તપાસ કરવા કરી રજૂઆતો

GSTV Web Desk

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk
GSTV