મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારે લીધેલા નિર્ણયો જણાવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીની સાથે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ એસીબીના વડા કેશવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાનની સાથે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર
મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં ગુનાખોરીને નાથવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે. સીએમે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં માથાભારે તત્વોના કારણે વિકાસ અટકી ગયો હતો. પરંતુ ભાજપ સરકારે ભૂમાફિયાઓ અને ગુંડાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા. આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષ 1995થી ચાલતા આર આર સેલને બંધ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જિલ્લા એસપીની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે નિર્ણય કરાયો છે. જરૂર પ્રમાણે વધુ સ્ટાફની પણ ફાળવણી કરાશે તેમ સીએમે જણાવ્યું હતું.

- દરેક રેન્જમાં કાર્યરત હતો આર.આર.સેલ
- અમદાવાદ રેન્જનાં કાંડ બાદ પગલું
- તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર ઝડપાયો હતો લાંચમાં
- 1995થી ચાલુ હતો આર.આર.સેલ
- આર.આર.સેલનું વિસર્જન થતાં પોલીસમેનો જિલ્લામાં ફળવાશે
- દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ તાકાત અપાશે
- મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત
ભાજપ સરકારે ભૂમાફિયાઓ અને ગુંડાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા
ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો લાંચિયા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીના વડા કેશવકુમારે જણાવ્યું કે વર્ષ 2020માં અપ્રમાણસર મિલકતના કુલ 50 કરોડના કેસ નોંધાયા હતા. જ્યારે કે વર્ષ 2021માં અપ્રમાણસર મિલકતના કુલ 33 કરોડના કેસ નોંધાયા છે. કેશવકુમારે જણાવ્યું કે દર વર્ષે ભ્રષ્ટાચારના કેસો સતત વધી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી સંપૂર્ણપણે સજ્જ છે તેમ કેશવકુમારે જણાવ્યું હતું.

ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી સંપૂર્ણપણે સજ્જ
ગુજરાતમાં ભૂમાફિયાઓને નાથવા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે. ત્યારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 16 ફરિયાદ દાખલ થઇ છે. લેન્ડ ગ્રેબિંગ મુદ્દે અત્યાર સુધીમાં કુલ 607 જેટલી સીધી અરજીઓ સરકારને મળી છે.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 30 પૈકી 2 જિલ્લા પંચાયતની 2 બેઠકો ભાજપના ફાળે, કોંગ્રેસે ખાતું ખોલ્યું
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
- નગર પાલિકા રિઝલ્ટ/ 81 નગરપાલિકામાં 54 પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ
- સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ
- LIVE: સુરત જીલ્લામાં AAPએ ખાતું ખોલાવીને તાલુકા પંચાયતની બેઠક જીતી, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ