GSTV
Home » News » રાજકોટમાં ખેડૂત સંમેલનમાં CM રૂપાણીએ કહ્યું કે પાક વીમો ચૂકવશું, કમુરતા જવા દો

રાજકોટમાં ખેડૂત સંમેલનમાં CM રૂપાણીએ કહ્યું કે પાક વીમો ચૂકવશું, કમુરતા જવા દો

દુષ્કાળનો સામનો કરી રહેલા રાજ્યભરના ખેડૂતોને પાક વીમો ચૂકવવા મુદ્દે ફરી રાજનીતિ શરૂ થઇ છે. રાજકોટમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં પાક વીમો ચૂકવવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે ખેડૂતોને ઇનપુટ સહાય ચૂકવણીનો પ્રારંભ પણ કરી દીધો છે. જો કે કોંગ્રેસે મુખ્યપ્રધાનની જાહેરાતને છેતરામણી અને મૃગજળ સમાન ગણાવી છે.

અપૂરતા વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમો ચૂકવવાની જાહેરાત કરાતા ફરી એક વખત પાક વીમાના નામે રાજનીતિ ગરમાઇ છે.

રાજકોટના હેમુ ગઢવી હોલમાં સરકાર દ્વારા કિસાન સંમલેનનું આયોજન કરાયું હતું. સંમેલનમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કમુરતા બાદ રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારના દરેક ખેડૂતોના ખાતામાં પાક વીમો ચૂકવવાની જાહેરાત કરી. જે અંતર્ગત તેમણે રાજ્યના 96 અછતગ્રસ્ત તાલુકાના 23.24 લાખ ખેડૂતોને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચૂકવણીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે સીએમે જણાવ્યું કે 1 ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને પાકવીમો મળે તે પ્રકારની સરકારની યોજના છે.

બીજી તરફ કોંગ્રેસે મુખ્યપ્રધાનની જાહેરાતને છેતરામણી અને મૃગજળ સમાન ગણાવી ભાજપ ખેડૂતવિરોધી હોવાનો આક્ષેપ પણ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા સરકાર ખેડૂતોને છેતરી રહી છે. પાક વીમાના પૈસા મેળવવા ખેડૂતો સરકારને રજૂઆત કરી-કરીને થાકી ગયા છે. જે બાદ આખરે રાજ્ય સરકારે ફરી એક વખત ખેડૂતોને પાક વીમાના પૈસા ચૂકવવાની જાહેરાત તો કરી છે. પરંતુ આ ફક્ત જાહેરાત ન બની રહે અને ખેડૂતોને વાયદા મુજબ પાક વીમાના પૂરતા પૈસા ચૂકવાય તે જરૂરી છે.

Related posts

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!