GSTV

સીએમ રૂપાણીએ પાક નુકશાન અંગે જાહેર કર્યું 3781 કરોડનું રાહત પેકેજ, 27 લાખ ખેડૂતોને મળશે લાભ

વિધાનસભામાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રૂપાણી સરકારે ખેડૂતોને 3,700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. પાક નુકસાન મુદ્દે ગૃહમાં સીએમ રૂપાણીએ આ સહાય પેકેજની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ 33 ટકાથી વધુ પાક નુકસાન થયું હોય તેને વળતર આપવાની જાહેરાત કરી છે. 33 ટકાથી વધુ નુકસાનમાં પ્રતિ હેકટર રૂપિયા 10,000 સહાય ચુકવવામા આવશે.

ખેડૂતોને રાહત પેકેજ

  • ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે રૂપિયા ૩૭૦૦ કરોડનું રાહત પેકેજ
  • અંંદાજીત ૫૧ લાખ હેક્ટર પૈકી ૩૭ લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર
  • ૩૩ ટકાથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં સહાય મળશે
  • ખેડૂતોને વધુમાં વધુ ૨ હેક્ટર દીઠ રૂપિયા ૧૦ હજાર પ્રતિ હેક્ટર ચુકવવામાં આવશે
  • ખેડૂત ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ તેમને ઓછામાં ઓછા ૫ હજાર રૂપિયા મળશે
  • રાજ્યના અંદાજે ૨૭ લાખ ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે
  • ૧લી ઓક્ટોબરથી સહાય માટેની ઓનલાઇન અરજી કરી શકાશે
  • ખેડૂતોએ સહાય માટે નજીકના ઇ-ગ્રામ કેન્દ્રથી અરજી કરવાની રહેશે
  • ઓનલાઈન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
ખેડૂતો

જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામા ઓછા 5,000 રૂપિયા ચુકવવાનો નિર્ણય કરાયો છે. સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે. અંદાજે 37 લાખ હેકટર વિસ્તાર સહાયને પાત્ર થશે. સહાય માટે ઓનલાઈન અરજી કરવા 1લી ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે. ખેડૂતો નજીકના ઈ-ગ્રામ કેન્દ્રથી પાક નુકસાન સહાય માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

૧. કચ્છ :અબડાસ , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા, રાપર
૨.દેવભુમી દ્વારકા: ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળીયા
૩.ભરુચ:આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ , જંબુસર ,ઝગડીયા ,નેત્રંગ , વાગરા , વાલીયા
૪.પાટણ : ચાણસ્મા , હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર,. શંખેશ્વર
૫.અમદાવાદ:બાવળા, દેત્રોજ,.ધંધુકા, ધોલેરા ધોળકા
૬.મોરબી: હળવદ માળીયા(મી.), મોરબી , ટંકારા ,. વાંકાનેર*
૭.જુનાગઢ: ભેસાણ , જુનાગઢ, કેશોદ , માળીયા (હા) માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર, જુનાગઢસીટી
૮. અમરેલી: અમરેલી, બાબરા, બગસરા, ધારી,. જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
૯.જામનગર : ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા ૫. કાલાવાડ , લાલપુર
૧૦.પોરબંદર: કુતિયાણા, પોરબંદર, રાણાવાવ
૧૧.રાજકોટ, ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, રાજકોટ, ઉપલેટા,વિછિયા
૧૨. ગીર સોમનાથ: ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળ
૧૩.મહેસાણા: બેચરાજી, કડી, મહેસાણા
૧૪.બોટાદ: બરવાળા, ગઢડા, રાણપુર
૧૫. સુરેંદ્રનગર: ચોટીલા, ચુડા, દશાડા, ધ્રાંગધ્રા લખતર . લીંબડી,મુળી , સાયલા થાનગઢ .વઢવાણ*
૧૬. ભાવનગર: ઉમરાળા, વલ્લભીપુર, જેસર, મહુવા, શિહોર
૧૭. સુરત: બારડોલી મહુવા, માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ,ઉમરપાડા
૧૮ નવસારી: જલાલપોર
૧૯. નર્મદા: નાંદોદ
૨૦. આણંદ: સોજીત્રા, તારાપુર

ઓછામાં ઓછા રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય

ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે આગોતરા ખરીફ વાવેતરને મોટું નુકસાન થયું છે. રાજ્યના કૃષિ વિભાગના સર્વે પ્રમાણે 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 37 લાખ હેક્ટરમાં સહાયને પાત્ર થશે. રાજ્ય સરકાર દ્વારા 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતો માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ જાહેર કરાયું છે. જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇન જમા કરાવાશે

વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગૃહમાં રાજ્યમાં વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાઓનો મુદ્દો ઉઠ્યો. આ દરમ્યાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં ભરવાની ખાતરી આપી. નીતિન પટેલે જણાવ્યું વરસાદ વિરામ લેશે એટલે તુરંત રસ્તાઓનું સમારકામ હાથ ધરાશે. તેમણે કહ્યું કે ચોમાસા દરમ્યાન ભારે વાહનોની અવરજવરની ડામર નીકળી જાય છે. જેના કારણે રસ્તાઓને મોટા પાયે નુકસાન થાય છે.

READ ALSO

Related posts

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah

સાંજે 6 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી, ટ્વિટ કરીને આપી જાણકારી

pratik shah

દુર્લભ ઘટના: અહીં પહેલા જ નોરતે થયો ‘નવ દુર્ગા’નો જન્મ, થઇ રહી છે ચારેકોર ચર્ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!