બેવડી ઋતુનો અનુભવ કરતા ગુજરાતમાં જ્યાં છેલ્લા 2 દિવસથી અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો આ કમોસમી વરસાદ અને માવઠાની સૌથી વધુ અસર ખેડૂતોને થઇ છે. માવઠાને કારણે જ્યાં તરફ ખેતરોમાં ઉભો પાક ધોવાઈ ગયો છે તો ખેતરો માંથી ઉતારેલો પાક પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે.

સીએમ રૂપાણીએ આપ્યું આશ્વાસન
ગુજરાતમાં સતત 3 દિવસ સુધી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાનું આશ્વાસન આપ્યું છે. ભરૂચના વાલિયામાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે.

સિહોરના ખેડૂતોની મુશ્કેલીઓ વધી
ભાવનગરના સિહોર તાલુકામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સિહોરના ખાંભા, મેઘવદર, ટાણા, જાળીયા , સુરકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેતરોમાં ઉભી જુવાર ભારે વરસાદના કારણે ઢળી પડી છે. જ્યારે જીરુંનો પાક તો હવે પલળી જવાનો કારણ સંપૂર્ણ નાશ થયો છે. ખેડૂતો હવે સરકાર તુરંત સર્વેની માગ કરી સહાયની માગ કરી રહ્યા છે.

વલસાડમાં કેરીના પાકને નુકશાન
તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ માવઠાને લઇને કેરીનો મોર પડી જવાની સંભાવના છે. વાતાવરણમાં આવેલી પલટાના કારણે ખેડૂતોને પ્રારંભમાં જ નુકશાન થવાની સંભાવના છે. હાલ કમોસમી વરસાદના કારણે મોર પર અસર થવાની શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં આંબે મોર ફૂટી નીકળતો હોય છે. જો કે માવઠાને લઇ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Odisha Train Accident: કોઈનું માથું ફાટ્યું તો કોઈનું પગ, ટ્રેનના ફંગોળાયેલા ડબ્બામાં કચડાય નિર્દોષ લોકો;જુઓ ફોટોમાં ઓડિશા ટ્રેન અકસ્માત કેટલો ભયાનક હતો
- Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું