GSTV

અમદાવાદમાં વધી શકે છે કર્ફ્યૂ : આજે કોરોના કેસોનો નવો રેકોર્ડ, આવતી કાલે થઈ શકે છે જાહેરાત

રાજ્યમાં વધતી જતી કોરોનાની વિકટ પરિસ્થિતિ ને લઈને દિનપ્રતિદિન મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે. ત્યારે આજે સાજની બેઠકમાં અમદાવાદના કફર્યું મુદે ચર્ચા કરવામાં આવશે અને સાથો સાથ અમદાવાદમાં કફ્યુ લાગ્યા બાદ કોરોના કેસમાં શું પરિસ્થિતિ બની છે. તદ ઉપરાંત અમદાવાદ સહિત રાજકોટ, બરોડા અને સુરતમાં જે રાત્રી કફ્યુનો આજથી અમલ શરૂ થનારો છે તે મુદે ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આજની બેઠકમાં અમદાવાદમાં કોરોના સકમણ ઓછું નહિ થાય તો કફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય પણ સરકાર કરી શકે તેમ છે પરંતુ અમદાવાદ કફયુની મુદતમાં વધારો કરવો કે નહીં તે નિર્ણય આવતીકાલ મોડી સાંજ સુધી કરી શકે તેમ છે. કારણ કે આ મુદ્દે મહત્વનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવશે પરતું અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે.

ગુજરાતમાં ફરી એકવખત કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1515 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 9 વ્યકિતના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5 જ્યારે સુરતમાં 2, ગીર સોમનાથમાં 1 અને રાજકોટમાં 1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1271 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિવસ સુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં 3846 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 13285 એક્ટીવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. તો 95 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.

અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ

અમદાવાદમાં કોરોનાની સ્થિતી એટલી વિકટ બની છેકે હવે અમદાવાદથી કોરોનાને દર્દીઓને આણંદમાં સારવાર માટે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. ગતરાતથી અત્યાર સુધીમાં કુલ 50 જેટલા દર્દીઓને આણંદ શિફ્ટ કરાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઇ જતા દર્દીઓને આણંદ ખસેડવાનું શરૂ કરાયુ છે. જેમાં કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે. તો હાલની પરિસ્થિતીને જોતા આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ શરૂ કરાયો છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!