GSTV
Home » News » મુખ્યમંત્રીએ જળસંચય અંગે લોકોને માહિતગાર કર્યા

મુખ્યમંત્રીએ જળસંચય અંગે લોકોને માહિતગાર કર્યા

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જળ સંચય યોજના અંગે માહિતી આપતા કહ્યુ કે, દેશમાં આ પ્રકારનું અભ્યાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પહેલી મેથી જળ સંસય અભ્યાન શરૂ થવાનુ છે. રાજ્યમાં એક સમયે ખેતી માટે 15 લાખ હેકટર જમીન પાણી વાળી હતી. ત્યારે હવે 71 લાખ હેક્ટર જમીન પાણી વાળી બની છે. રાજ્યમાં આવેલા 13 હજાર તળાવ ઊંડા કરવામાં આવશે.જેમા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરવામાં આવશે.

રાજ્યમાં 23670 કિલોમિટર લાંબી પાણીની પાઈપ લાઈનની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. 30 જિલ્લાની 340 કિલોમિટર લાંબી નદીઓને પુનઃ જીવીત કરવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. નરેગા યોજના હેઠળ જળાશય અને જળ સંરક્ષણના 10,570 કામ થશે. જેમાં 6260 તળાવો-ચેકડેમ ઊંડા કરવાનું કામ હાથ ધરાશે.  આ અભ્યાનની સમિક્ષા સીએસ કરશે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia