GSTV
India News Trending

જેલમાંથી છોડાવવા આ મુખ્યમંત્રીએ 70 વકીલોની તૈયાર કરી ફૌજ : એક પણ ખેડૂતને જેલમાં નહીં રહેવા દે, 100 ખેડૂતો છે લાપતા

પ્રજાસત્તાક દિવસની ખેડૂત પરેડ પછી ગુમ થયેલા પંજાબના ખેડુતોની મદદ માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્ર સિંહે હેલ્પલાઇન અને દિલ્હીમાં વકીલોની વ્યવસ્થા કરી હતી. સંયુક્ત કિસાન મોરચા અનુસાર ટ્રેકટર પરેડના દિવસથી તેમના એક સો સભ્યો લાપતા હતા. મફતમાં આ લોકોને કાનુની સહાય મળી રહે એ માટે પંજાબના એડવોકેટ જનરલે ૭૦ વકીલોની ફોજ તૈયાર કરી હતી.

‘જે લોકો લાપતા થયા છે, તેમને શોધવા અમે બનતા તમામ પ્રયાસો કરીશું. અમે તેમની વિગતો ભેગી કરી રહ્યા છીએ અને તેઓ પોતાના ઘરે જાય તેની પુરેપુરી ખાતરી કરીશું’ એમ વિવિઘ ગામોની સરપંચોની બેઠકમાં કેપ્ટને કહ્યું હતું. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ૮૯ લોકોની ધરપકડ કરી હતી.

ખેડૂત આંદોલનમાં થયેલી હિંસામાં ખેડૂતોની ભૂમિકાની દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી હતી.ફેબુ્રઆરી ૨૦૨૦માં ઉત્તર દિલ્હીમાં થયેલા તોફાનો પછી જે રીતે પોલીસે તપાસ શરૂ કરી હતી તે રીતે જ એટલે કે હિંસા અને સંજોગાની પણ તપાસ કરાશે.ક્રાઇમ શાખાના પોલીસ કમિશનરો જોય તિર્કી અને પ્રમોદ કુશવાહાને આ જવાબદારી સોંપાઇ હતી.

મંગળવારની હિંસા અને દિલ્હીના તોફાનો બંનેમાં દેશ દ્રોહ જેવી કલમો વગાડવામાં આવી હતી. ઉપરાંક અનલોફુલ એકેટિવિટીઝ  પ્રિવેનશ એકેટ હેઠળ કેસો કરાયા હતા. દિલ્હીના તોફાનોમાં  સીએએના વિરોધીઓ પર કોરડા વિઝાયો હતો. જે લોકો વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમની સામે વિવિધ કલમો હેઠળ કેસ કર્યા હતા. દિલ્હીના તોફાનોમાં પોલીસે ડિસેમ્બર ૨૦૧૯ને  જોડીને  તેમની સામે કેસ નોંધ્યા હતા. ખેડૂતો સામે જે કેસ કરાયા છે તેમાં ખેડૂત આગેવાનો જેવા કે દર્શન લાલ, રાકેશ ટિકૈત અને પંજાબી અભિનેતા દીપ સિધ્ધુ સામે કેસ કરાયા હતા.

READ ALSO

Related posts

કૃતિથી લઈને શિલ્પા શેટ્ટી સુધી, આ એકટર્સની પબ્લિક કિસથી સર્જાયો વિવાદ

Siddhi Sheth

Murder Case: મુંબઈના હેવાને ખોલ્યું રાઝ! બતાવ્યું શામાટે લિવ ઈન પાર્ટનરના ટુકડા ટુકડા કરીને કુતરાઓને ખવડાવ્યા?

HARSHAD PATEL

OpenAIથી દેશને કેવી રીતે ફાયદો થશે: ChatGPTના સંશોધક સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી વાતચીત 

Padma Patel
GSTV