GSTV

લો બોલો! મુખ્યમંત્રી ઉદ્ધાટન કરે તે પહેલા જ પાણીમાં વહી ગયો 500 કરોડનો બંગરા ઘાટ મહાસેતુ એપ્રોચ રોડ

બિહારમાં વધુ એક ભ્રષ્ટાચાર પૂલનો એપ્રોચ રોડ સામે આવ્યો છે. જેમાં તૂટવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાપરના ઉદ્ધાટન પહેલાજ મેગા બ્રિજનો એપ્રોચ રસ્તો તૂટી ગયો હતો. છપરામાં બંગરા ઘાટ બ્રિજનો એપ્રોચ રોડ કકડભૂસ થયો છે. આ પુલની કિંમત 509 કરોડ રૂપિયા છે, અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે તેનું ઉદ્વાટન કરવાના હતા. અકે અહેવાલના અનુસાર બૈકુંઠપુરમાં સારણ બંધ તૂટવાના કારણે બંગરા ઘાટ બ્રિજનો એપ્રોચ રોડ તૂટી ગયો છે.

બૈકુંઠપુરમાં સારણ બંધ તૂટવાના કારણે બંગરા ઘાટ બ્રિજનો એપ્રોચ રોડ તૂટી ગયો

તો બીજી તરફ ગોપાલગંજ, આરજેડી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘ગોપાલગંજના બંગરા ઘાટનો પુલ જેનું આજે સીએમ ઉદ્ઘાટન કરવાના હતા તે તૂટી ગયો છે. હવે ભાજપ-જેડીયુ વાળા હલ્લો કરશે કે પુલ નહિ એપ્રોચ રોડ તૂટ્યો છે જાણે કે એપ્રોચ રોડ વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યો હોય. સીએમ છતાં પણ ઉદ્ઘાટન કરશે. કારણ કે તે આજકાલ કોઈ પણ નવી જૂની જર્જર તૂટેલી વસ્તુઓનું ઉદ્ઘાટન કરવા જીદે ચઢ્યા છે.

આજકાલ કોઈ પણ નવી જૂની જર્જર તૂટેલી વસ્તુઓનું ઉદ્ઘાટન કરવા જીદે ચઢ્યા

આ તરફ ગોપાલગંજના આરજેડીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ગોપાલગંજના બંગરા ઘાટનો પુલ જે મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો. હવે ભાજપ-જેડીયુ વાળાઓ હોબાળો કરશે કે પુલ નહીં એપ્રોચ રોડ તૂટ્યો છે જાણે એપ્રોચ રોડ વિપક્ષે બનાવ્યો હોય. મુખ્યમંત્રી આ ઘટના છતા ઉદ્ઘાટન કરશે કારણ કે આજકાલ કોઈ પણ નવી, જુની, જર્જરિત, તૂટેલી વસ્તુઓનું ઉદ્ઘાટન કરવું સામાન્ય છે.’

છપરા સાઈડમાં આશરે 11 કિમી અને મુઝફ્ફરપુર સાઈડમાં 8 કિમી લાંબો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો

બંગરા ઘાટ મહાસેતુની છપરા સાઈડમાં આશરે 11 કિમી અને મુઝફ્ફરપુર સાઈડમાં 8 કિમી લાંબો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. મહાસેતુ અને એપ્રોચ રોડ માટે 509 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

સત્તરઘાટ પુલને 264 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો

અગાઉ ગોપાલગંજમાં સત્તરઘાટ પર બનાવવામાં આવેલા એક નાના પુલનો એપ્રોચ રોડ ધસી પડ્યો હતો. મંત્રી નંદ કિશોર યાદવે સત્તરઘાટ પુલમાં 3 નાના બ્રિજ હોવાની માહિતી આપી હતી. સત્તરઘાટ બ્રિજથી 2 કિમી દૂર નાના બ્રિજનો એપ્રોચ ફક્ત પાણીના તેજ વહેણના કારણે જ તૂટી ગયો છે. સત્તરઘાટ પુલને 264 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!