GSTV

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ : માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પશ્વિમ વિહાર વેસ્ટમાં પીરગઢી વિસ્તારમાં હેવાનીયતનો શિકાર બનેલી 12 વર્ષની માસુમને મળવા માટે એઈમ્સ પહોંચ્યાં હતાં. આ દરમયાન ડોક્ટરની એક ટીમને ભોગબનનારની હાલાત વિશે પુછ્યું સાથે તેના પરિવારને મળ્યાં અને સંભવ તમામ મદદનો ભરોસો આપ્યો અને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. કેજરીવાલે જણાવ્યું કે માસુમ ગંભીર છે અને આવનારા 24થી 48 કલાક તેના માટે મહત્વના છે.

10 લાખ રૂપિયા દેવાની કરી જાહેરાત

કેજરીવાલે વાતચીત દરમયાન કહ્યું કે, મેં પોલીસ કમિશનર સાથે વાત કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી છે. સરકાર આરોપીઓને આકરી સજા સુનિશ્ચિત કરશે. સરકાર તેના પરિવારના સદસ્યોને 10 લાખ રૂપિયા દેવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, દોષીતોને કડક સજા દેવડાવવા માટે દિલ્હી સરકાર મોટો વકીલ ઉભો રાખશે. દિલ્હીમાં વધતા અપરાધને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ એઈમ્સની બહાર કેજરીવાલનો ઘેરાવ કર્યો હતો.

કેજરીવાલને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેર્યા

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જ્યારે દરીંદગીનો શિકાર બનેલી બાળકીને મળવા માટે પહોંચ્યાં ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં વધતા મહિલા અને બાળ અપરાધને લઈને દિલ્હી સરકારનો વિરોધ કર્યો છે. વિરોધની વચ્ચે કેજરીવાલે એઈમ્સ પરિસરની અંદર ગયા અને બાળકી તથા તેના પરિવારજનોની મુલાકાત કરી.

ગંભીરે દોષિતો માટે માગી મોતની સજા

ભાજપના નેતા અને સાંસદ ગૌતમ ગંભીરે 12 વર્ષની માસુમ બાળકી સાથે થયેલી હેવાનીયાત સામે રોષ પ્રગટ કરીને ટ્વિટ કર્યું અને તેણે કહ્યું જે લોકોએ 12 વર્ષની બાળકી સાથે હેવાનિયત કરી છે. તેને લઈને મોતથી ઓછી સજા ન હોય. તેમણે પીડીતાને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સાથે જ પીડીતાને જલ્દી ન્યાય અપાવવા માટે અપીલ પણ કરી હતી.

મહિલા આયોગે પોલીસની ભૂમિકા ઉપર ઉઠાવ્યા સવાલો

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલએ બે દિવસ પહેલા પશ્વિમ દિલ્હીની એક બાળકી સાથે કથીત રૂપે યૌન ઉત્પીડન કરનારા આરોપીઓની ધરપકડમાં વિલંબના કારણે પોલીસ ઉપર સવાલ ઉઠાવ્યો છે. પોલીસે જણાવ્યું હતુ કે, 12 વર્ષીય બાળકી ઉપર મંગળવારે સાંજે વિહાર વિસ્તારમાં તેના ઘર ઉપર કોઈ ધારદાર હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો. માલીવાલે ગુરૂવારે એઈમ્સમાં બાળકીની મુલાકાત લીધી. તેણે કહ્યું કે, બાળકીની સ્થિતિ બહું ગંભીર છે. અને ડોક્ટર કહી રહ્યાં છે કે તેને વિશ્વાસ નથી કે તે બચશે કે નહીં.

બાળકીના સમગ્ર શરીર ઉપર ઈજાના નિશાન

માલીવાલે કહ્યું કે, બાળકીના શરીરમાં કેટલીક જગ્યાઓ ઉપર ફેક્ચર અને ઈજાના નિશાન છે. તેને એ હદ સુધી બેરહેમીથી મારવામાં આવી છે અને તેના દરેક ભાગમાં ઈજાના નિશાન છે. માલીવાલે કહ્યું કે બે દિવસ થઈ ગયા અને પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી. તેણે કહ્યું કે હું ડીસીપી પાસે તપાસ અંગે પૂછવા જઈ રહી છું. તેણે પોલીસ ઉપર સવાલ કરતા કહ્યું કે, શું સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી છે કે કેમ ? અત્યારસુધીમાં કેટલા નિવેદનો લેવામાં આવ્યાં, આ કેવી રીતે સંભવ છે કે આરોપીઓ હજુ સુધી પકડાયા નથી ? માલીવાલે માગ કરી કે આરોપીઓને ઝડપથી પકડી લઈ મોતની સજા દેવી જોઈએ.

Related posts

રાહત પેકેજ : જો SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે ?

Nilesh Jethva

ખેડૂતો માટે આવી ખુશખબરી: મોદી સરકારે જાહેર કર્યા રવિ પાકના ટેકાના ભાવ, જાણો ક્યા પાકનો કેટલો મળશે ભાવ

Pravin Makwana

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!