GSTV
Home » News » સૌમ્ય, સર્વપ્રિય, સર્વમાન્ય CM મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન

સૌમ્ય, સર્વપ્રિય, સર્વમાન્ય CM મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન

સામાન્ય માણસના સીએમ તરીકે જાણીતા બનેલા ગોવાના દિવંગત મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી હતી. ગોવાની રાજધાની પણજીના SAG ગ્રાઉન્ડ ખાતે પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનોહર પર્રિકરની અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જ્યાં તેમના પુત્રએ તેમને મુખાગ્નિ આપી હતી. આ નિમિતે સામાન્ય જનતા અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓ પણ પર્રિકરને અંતિમ વિદાઇમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

કલા એકેડેમી ખાતે પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરની અંતિમ યાત્રામાં હજાર મેદની જોડાઇ છે. મીરામાર બીચ પર પર્રિકરના નશ્વર દેહને અગ્નિદાહ અપાશે. પૂરા રાજકીય સન્માન સાથે આ અંતિમ વિધિ કરવામા આવશે. મહત્વનુ છે કે નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયથી કલા એકેડમી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સામાન્ય જનતાએ પર્રિકરના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પર્રિકરના નિધન બાદ ગોવાની જનતામાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે કલા એકેડમી ખાતે અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

આવી રહ્યા છે. જેથી અહીં કડક સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંખ્યામાં ભાજપ અને સંઘન મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પર્રિકરના નિધન બાદ ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારે પર્રિકરનું કેન્સરની બિમારી બાદ નિધન થયુ. જેથી ગોવામાં ભાજપના કાર્યલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે. ત્યારે સાંજે ચાર વાગે કલા એકેડમીથી મીરામાર સુધી પર્રિકરની અંતિમ યાત્રા નીકળશે. જેમા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાવાના છે.

પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાના સીએમ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગોવા પહોંચ્યા હતા. જ્યા તેમણે મનોહર પર્રિકરના પરિવાર સાથે મલાકાત કરી તેમને શાંતવના પાઠવી હતી. પીએમ મોદી સાથે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને પણ પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ સ્મૃતિ ઈરાની અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી સહિત ભાજપના નેતાઓ પણ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

READ ALSO

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva