કલકત્તામાં જે કમિશનર માટે CM મમતા બેનર્જી હડતાળ પર બેસી ગયા તે સાહેબનું થયું ટ્રાન્સફર

કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની બદલી કરી દેવામાં આવી છે. સૂત્રો મુજબ હવે આ જવાબદારી અનુજ શર્માને સોંપી દેવાઇ છે. બીજી તરફ રાજીવકુમારને રાજ્યની સીઆઇડીમાં મોકલી દેવાયા છે. અહીં તેઓ સીઆઇડીના એડીજી-ક્રાઇમની જવાબદારી આપવામાં આવી શકે છે. પશ્ચિમ બંગાળના શારદા ચીટફંડ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ સીબીઆઇએ રાજીવ કુમારની શિલોન્ગમાં પૂછપરછ કરી હતી. જે બાદ રાજીવ કુમારનું નામ ચર્ચામાં આવ્યું હતું. સીબીઆઇનું માનવું છે કે રાજીવ કુમાર ચીટફંડ મામલે પુરાવાને નષ્ટ કરવામાં સામેલ રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter