GSTV

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Last Updated on July 27, 2021 by Zainul Ansari

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 દિવસ માટે દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન દીદી મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચ્યાં હતાં.

મમતા

મુલાકાત પછી મીડિયા સાથે વાતચીત દરમિયાન મમતાએ કહ્યું કે મેં કોરોના મુદ્દે PM મોદી સાથે ચર્ચા કરી છે. જેમાં મેં PM મોદીને બંગાળની વસતિના આધારે વેક્સિનનો જથ્થો વધારવાની વાત કરી હતી. બંગાળને અન્ય રાજ્યો કરતા વસતીના પ્રમાણમાં ઓછો પુરવઠો મળતો હોવાને કારણે દીદીએ ચર્ચા કરી હોવાની વાત પણ સામે આવી રહી છે.

મમતા બેનર્જીએ વડાપ્રધાન સાથે બંગાળનું નામ બદલવા મુદ્દે પણ ચર્ચા કરી હોવાના એહવાલ છે. મમતાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પેગાસસ મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ અને આ કેસની ગંભીરતાને સમજીને તેની તપાસ પણ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવી જોઇએ. મમતાએ આ સાથે જણાવ્યું કે હું આવતીકાલ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળીશ. મને રાષ્ટ્રપતિએ ગુરુવારે મુલાકાત માટે સમય આપ્યો છે.

મમતા બેનર્જી અને કમલનાથની મુલાકાત

મમતા બેનરજી સાથે મુલાકાત પછી કમલનાથે જણાવ્યું હતું કે 2024ની રણનીતિની ચર્ચા સોનિયા ગાંધી સાથે થશે. મમતા બેનરજી બુધવારે સવારે સોનિયા ગાંધીને મળશે. કમલનાથે જણાવ્યું હતું કે મમતા બેનરજી સાથે તેમના જૂના સંબંધ છે અને તે તેમને આમંત્રણ આપવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મમતા બેનરજી સાથે દેશમાં મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા, દબાવવા અને ખરીદવાના રાજકારણના મુદ્દા પર ચર્ચા થઈ.

ટીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મમતા બેનરજી સંસદ પણ જઈ શકે છે, જ્યાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી શકે છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હીના પ્રવાસે પહોંચેલી મમતા બેનરજી અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. 

મંગળવારે મમતા બેનરજીએ પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી. બુધવારે તે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની સાથે મુલાકાત કરી શકે છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!