GSTV

ખેલા હોબે / શું મમતા બેનર્જી ગુજરાતમાં ચૂંટણી મેદાને ઉતરશે? પ્રથમ વખત અમદાવાદમાં લાગ્યા પોસ્ટર

Last Updated on July 20, 2021 by Zainul Ansari

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીની નજર અન્ય રાજ્યો પર છે. સીએમ મમતા અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની નજર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત પર છે. મહત્વનું છે કે અહીં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

બંગાળ

ગુજરાતમાં થશે ‘ખેલા’

મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે બંગાળ પછી ગુજરાતમાં પણ ‘ખેલા’ કરવાના મૂડમાં છે અને તેમણે તેની તૈયારી શરૂ કરી દીધી છે. મમતા બેનર્જી 21 જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે અને બુધવારે મમતા આ દિવસે દેશભરમાં વર્ચુઅલ રેલી યોજવા જઈ રહી છે.

અત્યાર સુધી મમતા બેનર્જી શહીદ દિવસના કાર્યક્રમ કોલકાતા અને બંગાળ સુધી જ મર્યાદિત રાખતા હતા, પરંતુ હવે દેશના ઘણા રાજ્યોમાં વર્ચ્યુઅલ મીટિંગ કરવા જઇ રહ્યા છે. રાજ્યમાં ગુજરાતી ભાષામાં જ આ વર્ચ્યુઅલ મીટિંગના બેનર લગાવી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં પ્રથમ વખત મમતા બેનર્જીના બેનર લાગ્યા

અમદાવાદના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતી ભાષામાં મુકવામાં આવેલા આ બેનરો પર લખ્યું છે કે 21 જુલાઈના રોજ મમતા દીદી બપોરે 2 વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. ગુજરાતમાં મમતા બેનર્જીની તસવીરવાળા બેનરો ઘણું કહે છે. ગુજરાતમાં મમતાની તસવીર સાથે બેનરો લગાવવામાં આવ્યા તેવુ પ્રથમ વખત બન્યું છે. બંગાળમાં વિજય બાદ મમતા દીદીએ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં મમતા બેનર્જીની આ દસ્તક ઘણુ બધુ કહી જાય છે. અમદાવાદના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ પર મમતાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં દિવસ દરમિયાન હજારો લોકો આવે છે. આવી સ્થિતિમાં મમતાનું લક્ષ્ય હવે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ બેનરો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મમતા હવે ગુજરાતની ચૂંટણીમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે.

કેમ શહીદ દિવસ મનાવે છે?

મમતા 21 જુલાઇને શહીદ દિવસ તરીકે ઉજવે છે કારણ કે 1993માં આ દિવસે જ્યારે મમતા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે 13 વિરોધ પ્રદર્શનકારીઓ પોલીસની ગોળીઓમાં માર્યા ગયા હતા. ત્યારથી મમતા દર વર્ષે તેમની યાદમાં શહીદ દિનની ઉજવણી કરે છે.

Read Also

Related posts

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt

IT Act 66Aને લઈને સુપ્રીમ કોર્ટની લાલ આંખ, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

Pritesh Mehta

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!